<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાતમાં આ વર્ષે કડકડતી ઠંડી માત્ર ૩૦ દિવસ માટે જ અનુભવાશે? શિયાળો ૨૦ દિવસ મોડો શરૂ થયો: ટૂંકા શિયાળા માટે અરબી સમુદ્રમાં નીચા દબાણનું વધતું પ્રમાણ અને ગ્લોબલ વોર્મિંગ જવાબદાર બનશે: સ્કાયમેટ : હવામાનના પૂર્વાનુમાન મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ કરતાં ગુજરાતના અન્ય ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે: નલિયામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે:સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતથી શિયાળો બેસી જતો, પરંતુ તેમાં વિલંબ થયો છે: અગાઉ ૯૦ દિવસ સુધી અનુભવાતી તીવ્ર ઠંડી હવે માત્ર મધ્ય ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી એટલે કે ૩૦ દિવસ માટે જ રહેશે12:06 PM IST

વુહાન ડાયરી: લોકડાઉનની સચ્ચાઈ: એક લેખિકાનો સંઘર્ષ ને વિવાદોનો વંટોળ : "વુહાન ડાયરી" એ માત્ર લોકડાઉનનો હિસાબ નથી, પરંતુ તે સત્તા સામે સત્ય બોલવાની કિંમત અને એક લેખકની નૈતિક હિંમતનો જીવંત પુરાવો છે. તે એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે આપણને યાદ અપાવે છે કે કોઈપણ મહામારીમાં, સરકારી નિષ્ફળતાઓની સૌથી મોટી કિંમત સામાન્ય નાગરિકોએ ચૂકવવી પડે છે. ફેંગ ફેંગે આ પુસ્તક અને તેની તમામ રોયલ્ટી વુહાનના પીડિતોને સમર્પિત કરી છે, જે તેમની પ્રતિબદ્ધતાને સાબિત કરે છે.. તે એ પણ દર્શાવે છે કે સત્તા સામે સત્ય બોલવાની કિંમત કેટલી મોટી હોઈ શકે છે. આ ડાયરી 'ગ્રાઉન્ડ ઝીરો' પર સામાન્ય નાગરિકોના સંઘર્ષ, હિંમત અને વેદનાની સાચી વાર્તા કહે છે અને તે આપણને યાદ અપાવે છે કે કેવી રીતે એક મહામારીએ આખી દુનિયાને બદલી નાખી "વુહાન ડાયરી" એક ઐતિહાસિક દસ્તાવેજ છે... 10:55 PM IST

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉત્સાભેર ઉજવણી: ડોલવણ ખાતે મહાનુભવો દ્વારા ગૌરવ રથનું ઉત્સાહભેર સ્વાગત : જનજાતિય ગૌરવ યાત્રામાં સહભાગી થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:આદિજાતિ સમાજની ભાષા અને સંસ્કૃતિમાં વૈવિધ્યતા હોવા છતાં હ્રદયના ધબકારાં-લાગણીઓ એક છે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:મંત્રી નરેશભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત જનજાતિય ગૌરવ રથના સ્વાગતમા સહભાગી થયા : મહાનુભાવોના વરદ હસ્તે ઈસરો એક્સપ્લોઝર વિઝીટ માટે ગયેલ આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ, વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ લાભો એનાયત7:58 PM IST