News of Monday, 29th July 2024
મધ્ય ગુજરાતને ધમરોળતા મેઘરાજા : નડીયાદ ૪.પ વાસો, દાહોદ અને સંતરામપુર ૩.પ ઇંચ
ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩ર૧.૮૩ ફૂટ : ગુજરાતમાં બે સિસ્ટમ્સ સક્રિય થતા ભારે વરસાદની વકી : આજવા સરોવરના ૬ર દરવાજા ખોલી પાણી છોડતા વિશ્વામિત્રી ગાંડીતુર

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી, તા. ર૯ : ગુજરાત ઉપર બે સિસ્ટમ્સ સક્રીય થતા રાજ્ય નાં અનેક વિસ્તારો માં ભારે વરસાદ ની શકયતા વધી રહી છે, છેલ્લાં ૨૪ કલાક માં રાજ્ય નાં ૨૭ જીલ્લા ના ૧૧૬ તાલુકા ઓ માં વરસાદ નોંધાયો છે જેમા સૌથી મહેર મેઘરાજા એ મધ્ય ગુજરાત માં વરસાવી હોવાનું જણાય રહ્યું છે.
જેમા નડિયાદ ૪.૫ ઈંચ, વાસો, દાહોદ અને સંતરામ પુર માં ૩.૫ ઈંચ વરસાદ નોંધાયો છે, ઉપર વાસ નાં પાણી ની આવક ને પગલે સાઉથ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટી સતત વધી ને આજે સવારે ૮ કલાકે ૩૨૧.૮૩ ફૂટે પહોંચી છે ડેમ માં ૩૬૩૦૭ કયુસેક પાણી નો ઇન્ફ્લો થઇ રહ્યા છે.
ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો નડીયાદ ૧૧૮ મિમી, વાસો ૮૯ મિમી, દાહોદ ૮૮ મીમી, સંતરામપુર ૮૭ મીમી, મહુધા ૭૩ મીમી, જાલોદ ૬૯ મીમી, મોરવાહડફ, સિંઘવડ, અને ફતેપુરા ૪૮...૪૮ મિમી વરસાદ નોંધાયેલ છે.
જયારે કડાણા ૪૭ મીમી, પેટલાદ અને આણંદ ૩૫ મિમી, સોજીત્રા ૩૪ મીમી, મહેમદાબાદ ૩૩ મીમી, ખેડા અને લીમખેડા ૩૨...૩૨ મીમી, વીરપુર અને દેવગઢ બારીયા ૨૮...૨૮... મીમી, કપડવંજ ૨૬ મીમી, અને માતર ૨૫ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય નાં ૯૫ તાલુકા ઓ માં ૧ થી ૨૪ મીમી વરસાદ નોંધાયેલ છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
