<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

સવારે પ્રાંતિજમાં મૂશળધાર વરસાદ:બે કલાકમાં 5 ઇંચ ખાબક્યો:સર્વત્ર જળબંબોળ: માણસામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો

મધ્ય અને ઉત્તર ગુજરાતબે ધમરોળતા મેઘરાજા :તલોદમાં 2.7, હિંમતનગરમાં 2.5, મહેસાણામાં 2, જોટાણામાં 1.7, મોડાસામાં 1.4, વિજાપુરમાં 1.2 ઇંચ વરસાદ

અમદાવાદ : આજે સવારથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાના લાંબી સમય બાદ મહેર જોવા મળી રહી છે. સવારે 8થી 10 વાગ્યામાં બે કલાકમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં જાણે કે આભ ફાટ્યુ હોય તેમ મૂશળધાર વરસાદ વરસ્યો છે. પ્રાતિંજમાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીનગરમાં માણસામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.


આજે સવારે 8થી 10 વાગ્યા સુધીના 2 કલાકમાં રાજ્યના 132 તાલુકામાં મેઘ મહેર થઇ છે. જેમાં 10 તાલુકામાં 1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. 27 તાલુકામાં 10થી 22 મિ.મી. સુધી જ્યારે 95 તાલુકામાં 10 મિ.મી. કરતા ઓછો વરસાદ વરસ્યો છે.

આજે સવારે 8થી 20 વાગ્યામાં પ્રાંતિજમાં 5 ઇંચ, માણસામાં 2.8 ઇંચ, તલોદમાં 2.7, હિંમતનગરમાં 2.5, મહેસાણામાં 2, જોટાણામાં 1.7, મોડાસામાં 1.4, વિજાપુરમાં 1.2, મેઘરજમાં 1.1, વિસનગરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

(1:20 PM IST)