<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

માત્ર ૪ કલાકમાં પ્રાંતિજ ૫.૫ ઇંચ, લુણાવાડા ૪ ઇંચ, મોડાસા અને તલોદ ૩.૫ ઇંચ ભારે વરસાદ

ઉત્તર ગુજરાતને નિશાન બનાવતા મેઘરાજા...

(જીતેન્‍દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી તા. ૨૯  : ભારે વરસાદની આગાહી વચ્‍ચે મેઘરાજા આજે સવારથી રાજયનાં ૧૬૨ તાલુકા ઓ પર હેત વરસાવી રહ્યા છે જેમા મેઘરાજા એ હાલમાં તો ઉત્તર ગુજરાતને નિશાન બનાવેલ હોય તેમ જણાય છે.

આજે સવારે ૬ વાગ્‍યાથી ૧૦ વાગ્‍યા સુધીમાં એટલે કે માત્ર ૪ કલાકમાં પ્રાંતીજ ૧૩૮ મીમી, લુણાવાડા ૯૯ મીમી, મોડાસા ૮૩ મીમી, તલોદ ૮૦ મીમી, મેઘરજ ૭૨ મીમી, માણસા ૭૦ મીમી, મહેસાણા ૬૦ મીમી, ખાનપુર ૫૮ મીમી, જોટાણા ૫૧ મીમી, બાયાડ ૪૪ મીમી, દહેગામ ૪૧ મીમી, વીરપુર અને કવાંટ ૩૭...૩૭... મીમી, અને માલપુર ૩૫ મીમી વરસાદ નોંધાયેલ છે.

ગણત્રીનાં સમયમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્‍તારોમા પાણી ફરી વળ્‍યા છે, અને ભારે હાલાકી ઉભી થવા પામી છે.

(2:12 PM IST)