News of Monday, 29th July 2024
ગુજરાત વાયા સુરત જિલ્લાથી દુબઈ સુધીની ઠગાઈનાં નેટવર્કનો પર્દાફાશ
મૂળ જૂનાગઢ જીલ્લાના ત્રણ શખ્સો સહિત અડધો ડઝન ગેંગ મેમ્બર રેન્જ વડા પ્રેમવીરસિહ, સુરત જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર અને વિભાગીય વડા આર.આર.સરવૈયાના માર્ગદર્શનમાં ઓલપાડ પીઆઇ ટીમની કાબિલેદાદ કામગીરી : લોકોને લપેટમાં લેવા સાથે લાલચ આપી તેમના એકાઉન્ટ્સ ખોલાવી થોડી રકમ કમિશન તરીકે લટકામાં આપી અદભુત છેતરપિંડીનું કારસ્તાનની અકિલા સમક્ષ ઓલપાડ પીઆઇ ચેતન જાદવ રસપ્રદ કથા વર્ણવે છે

રાજકોટ, તા.,૨૯: સામાન્ય લોકોને પોતાના લપેટમાં લઈ તેમનું એકાઉન્ટ ખોલાવી તેમને એટીએમ કાર્ડ સુવિધા , પાસ બુક સુવિધા અને માથેથી અમુક રકમ વાપરવા આપવાની લાલચ આપી તેમના મારફત ગેર કાયદે માનતા ચલણ સાથે દુબઈ સુધી ઉપયોગ કરવાનાં મસમોટાં કૌભાંડનો પર્દફાશ કરી મૂળ સૌરાષ્ટ્ર સાથે કનેક્શન ધરાવતી ગેંગને સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ મથકના પીઆઇ ચેતન જાદવ અને ટીમ દ્વારા આઇજી સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ, સુરત જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર અને વિભાગીય વડા આર આર સરવૈયાના માર્ગદર્શનમાં ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.
ઓલપાડ પી.આઇ. શ્રી સી. આર. જાદવનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, બિંદેશ માદડીયા તથા અભિષેક છત્રભુજનાઓલ તેઓના મળતીયા માણસો સાથે મળી ગુનાહીત કાવતરૂ રચી અલગ અલગ લોકોને લોભ લાલચ આપી તેઓની પાસે અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ હોલ્ડર પાસેથી ૧૦ હજારથી લઇ એક લાખ રૂપિયા રૂપિયા સુધી કમીશન ઉપર વાપરવા સારૂ આપી એકાઉન્ટની કીટ મેળવી આ એકાઉન્ટની કીટ દૂબઇ ખાતે રહી લોકોને ઇન્ટરનેટના માધ્યમથી પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરતા તેમના મળતીયાઓને પહોંચાડી છેતરપીંડીની પ્રવૃતિ કરતા આવેલ છે અને આ બિંદેશ માદડીયા તથા અભિષેક છત્રભુજનાઓ એક ગ્રે કલરની ઇકો ગાડી નં. જીજે-૧૧-સીએચ.-૦૪૧૧ ની લઇને ઓલપાડ સાયણ ફાટા ત્રણ રસ્તાથી સાયણ તરફ જતા રહોડ ઉપર ધારા ઇન્ડસ્ટ્રીઝની સામે તેના મળતીયા માણસો સાથે એકાઉન્ટ કીટ તથા તેને લગતી અન્ય ચીજ વસ્તુઓની આપ-લે કરવા ભેગા થનાર છે. તેવી બાતમી મળતા શ્રી સી. આર. જાદવનાઓએ બાતમીની જાણ પો. સ. ઇ. શ્રી યુ. કે. ભરવાડનાઓને કરી રેડનું આયોજન કરેલ અને રેડમાં અ. હે. કો. અશોકભાઇ ગણપતભાઇ તથા અ. હે. કો. મુકેશભાઇ જેરામભાઇ તથા અ. હે. કો. અજીતસિંહ ગોવિંદસિંહ તથા પો. કો. શ્રવણભાઇ અમરતજી તથા એલ. આર. પી. સી. રાજનભાઇ લક્ષ્મણભાઇ તથા એલ.આર.પી.સી. અલ્કેશકુમાર ગીબાભાઇ તથા ડ્રા.હે.કો.રાજેશભાઇ હિરૂભાઇ તથા ડ્રાફપો.કો. નાનુભાઇ રૂપાભાઇ તથા બે પંચોના માણસોઓ સાથે સરકારી વાહનોમાં બેસી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરી કુલ-૦૬ ઇસમોને ઇકો ગાડી તથા મોબાઇલ ફોન,આઇપેડ, બેંક એકાઉન્ટની કીટો, એ.ટી.એમ. સીમકાર્ડ, બેંક એકાઉન્ટ પાસબુક, આધારકાર્ડ, પાનકાર્ડ તથા ઇકો ગાડી ઝડપી પાડી પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી બી.એન.એસ. ૨૦૨૩ની કલમ- ૩૧૮(૪),૩૧૯ (૨), ૬૧ (૨)૩ (૫) તથા આઇ.ટી.એકટ કલમ-૬૬ (ડી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ.
આરોપીઓના નામ (૧) બિંદેશ નિર્મલભાઇ માદડીયા(ઉ.વ.૩૦ ધંધો-હોટલ રહે. શિવ આસ્થા બંગલો રંગોલી ચોકડી તા.કામરેજ જી.સુરત મુળ રહે. નાની ખોડીયાર ગામ તા.મેંદરડા જી.જુનાગઢ, (ર) અભિષેક અશોકભાઇ છત્રભુજ(ઉ.વ.૨૭) ધંધો-બેકાર રહે.ઉમરા ગામ મારૂતીધામ સોસાયટી બી-૧૫૮ મોમાઇ રેસીડેન્સી પાસે તા.ઓલપાપડ જી.સુરત મુળ રહે.ખજુરી ગુંદાળા ગામ તા.જેતપુર જી.રાજકોટ, (૩) વિવેક મુકેશભાઇ બાંભરોલીયા(ઉ.વ.૨૨) ધંધો-ડાયમંડ રહે.ખોલવડ તોરલ સોસાયટી એફ/ર તા.કામરેજ જી.સુરત મુળ રહે.ગામ-ગોરખપુર તા.ભેંસાણ, જી.જુનાગઢ, (૪) મિલન જયેશભાઇ બાંભરોલીયા(ઉ.વ.૧૯) ધંધો-હિરા ઘસવાનો રહે.જે-૨૦૩ એંન્જલ પેલેસ ખોલવડ તા.કામરેજ જી.સુરત મુળ રહે.ગોરખપુર જી.સુરત મુળ રહે.ગોરખપુર તા.ભેસાણ જી.જુનાગઢ, (પ) કાળુ પરેશભાઇ જાદવ(ઉ.વ.રર) ધંધો- હિરામાં નોકકરી રહે.૨૦૬, ઇશ્વરકૃપા સોસાયટી, રાધાકૃષ્ણ મંદિર પાસે વરાછા સુરત મુળ રહે.મોટા ભુમોદ્રા તા.સાવરકુંડલા જી.અમરેલી, (૬) રોનક હરજીભાઇ સાવલીયા(ઉ.વ.૨૦) ધંધો.કપડાની દુકાનમાં નોકરી રહે.૪૦, યમુનાકુંડ સોસાયટી રચના કાપોદ્રા સુરત.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
