<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

બાવળાના અમીપુરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ : 2 રાઉન્ડ ખાનગી ફાયરિંગ:વાહનોમાં તોડફોડ:પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વાહનની સાઈડ કાપવા બાબતે થયેલો ઝઘડો જૂથ અથડામણમાં ફેરવાયો:ઘર આગળ પડેલી કારને ટ્રેક્ટરથી ટક્કર મારીને પલટી ખવડાવી ભારે નુકસાન

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના અમીપુરા ગામે ગત મોડી રાતે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી. જેમાં બે રાઉન્ડ ખાનગી ફાયરિંગ કરાયા હોવાની વાત કરાઈ છે. વાહનની સાઈડ કાપવા બાબતે થયેલો ઝઘડો જૂથ અથડામણમાં ફેરવાયો હતો. ઘર આગળ પડેલી કારને ટ્રેક્ટરથી ટક્કર મારીને પલટી ખવડાવી ભારે નુકસાન કરવામાં આવ્યું હતું.

  અથડામણમાં ઈજાગ્રસ્ત એક વ્યક્તિને બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે લઈ જવામાં આવ્યો હતો. બનાવને પગલે  કેરાલા જીઆઈડીસી પોલીસ, એલ સીબી , એસઓજી અને ડીવાયએસપી સહિતના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. પોલીસે રાત્રે જ કોમ્બિંગ કરી 18 વ્યક્તિઓની અટકાયત કરી હતી. જેમની પાસેથી તલવાર, ધારીયા, લાકડીઓ જેવા ઘાતક હથિયારો કબજે કરવામાં આવ્યા હતા

(7:17 PM IST)