<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

બનાસકાંઠાના ડીસામાં બે કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો :અનેક રસ્તાઓ થયા બંધ

અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન

બનાસકાંઠાના ડીસામાં બે કલાકમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે, અનેક રસ્તાઓ બંધ થયા છે. ડીસાના રાણપુર રસ્તા પર આવેલી મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થયા છે. અનેકવાર નગરપાલિકામાં વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત કરી હોવા છતાં કોઈ જ નિકાલ નથી આવતો તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

(7:34 PM IST)