તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 30th July 2024
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો વધતો કહેર :અત્યાર સુધી 56 બાળકોના મોત: કુલ કેસની સંખ્યા 133 થઇ
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા કુલ-47 કેસ પોઝીટીવ મળ્યા

અમદાવાદ : રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. વાયરલ એન્કેફેલાઇટીસના કેસોની સંખ્યા 133 થઈ છે જ્યારે જેના કારણે આજદિન સુધી 56 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ -133 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-12, અરવલ્લી-07, મહીસાગર-02, ખેડા-07, મહેસાણા-07, રાજકોટ-06, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-06, પંચમહાલ-15, જામનગર-06, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-03, વડોદરા-07, નર્મદા-02, બનાસકાંઠા-09, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-04, સુરત કોરિશન-02, ભરૂચ-03, અમદાવાદ-01, જામનગર કોર્પોરેશન-01 તેમજ પોરબંદર-01 શંકાસ્પદ કેસો મળેલ છે.
આ તમામ પૈકી સાબરકાંઠા-06, અરવલ્લી-03, મહીસાગર-01, ખેડા-04, મહેસાણા-04, રાજકોટ-02, સુરેન્દ્રનગર-03, અમદાવાદ કોર્પોરેશન-03, ગાંધીનગર-01, પંચમહાલ-07, જામનગર-01, મોરબી-01, દાહોદ- 02, વડોદરા-01, બનાસકાંઠા-01, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-01, કચ્છ-02, સુરત કોર્પોરેશન-01, ભરૂચ-01, તેમજ પોરબંદર-01 જીલ્લા/કોર્પોરેશનમાંથી ચાંદીપુરા કુલ-47 કેસ પોઝીટીવ મળેલ છે.
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
