News of Wednesday, 31st July 2024
છાત્રાલયમાં જીએસટી મુકિત અપાવનાર નરહરિ અમીનનું રવિવારે સન્માન

રાજકોટ તા.૩૧: શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ કેળવણીધામ શ્રી ધરમશીભાઇ એચ. મોરડીયા કુમાર છાત્રાલય દ્વારા તા.૪ ઓગષ્ટ રવિવારે સાંજે ૬ વાગ્યે કેળવણીધામ, ડી-માર્ટ પાછળ, નિકોલ, અમદાવાદ ખાતે સંસદસભ્ય શ્રી નરહરિ અમીનનો સન્માન સમારંભ યોજાનાર છે. ચેરીટેબલ ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્ટેલ સંબંધિત સેવાઓ માટે ૧૨% પ્રમાણે જી.એસ.ટી.માંથી મુકિત અપાવવા માટે રાજયસભામાં સફળ રજુઆત કરવા બદલ શ્રી નરહરિ અમીનના ‘‘સન્માન સમારોહ''નું આયોજન કરેલ છે. જેમાં લેઉવા પટેલ પ્રગતિ મંડળ(કેળવણીધામ), નિકોલ, અન્નપુર્ણાધામ ટ્રસ્ટ, અડાલજ, સોૈરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, ગુલબાઇ/નારણપુરા, સોૈરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, અમદાવાદ, સ્વામિનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ, છારોડી, શ્રી સોૈરાષ્ટ્ર પટેલ સમાજ, નિકોલ નરોડા, સરદારધામ, વૈષ્ણોદેવી, અમદાવાદ, અમિન પી.જે.કે.પી. વિદ્યાર્થી ભવન, ગુલબાઇ ટેકરા, જીતો રત્નમણિ હોસ્ટેલ, અમદાવાદ, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી/ગાંધીનગર તથા અમદાવાદના વિવિધ ઘટકો સહયોગી બન્યા છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
