તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
અમદાવાદમાં રાજગોર સમાજ દ્વારા મામલતદાર ધવલ રવિયાનું સન્માન

તાજેતરમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ દ્વારા અમદાવાદમાં ધીરજલાલ લક્ષ્મણભાઇ તેરૈયા શ્રી રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન વિદ્યાર્થી પ્રવેશોત્સવ સંઘની સાધારણ સભા સ્નેહમિલનના કાર્યક્રમમાં વટવા અમદાવાદના મામલતદાર ધવલભાઇ રવિયાનું સંઘના પ્રમુખ બંકિમભાઇ મહેતાએ શાલ ઓઢાડી સન્માન કર્યુ ત્યારે મેને.ટ્રસ્ટી દિવ્યકાંતભાઇ જોષી, સંજયભાઇ દવે, અસ્મિતાબેન અરવિંદભાઇ રવિયા, રાજુભાઇ મહેતા વગેરે ઉપસ્થિત રહયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.(અહેવાલ- વિનુ જોષી, તસ્વીર- મુકેશ વાઘેલા, જુનાગઢ)
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
