<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

એસીબીના DYSP કે. એચ. ગોહિલ, ગોંડલ DYSP કે. જી. ઝાલા, રાજકોટના એસીપી બી. બી. બસીયા તથા પી.આઇ. મયુરધ્વજસિંહ સરવૈયા શ્રેષ્ઠ કામગીરી બદલ 'ડીસ્ક' એવોર્ડથી સન્માનીત

રાજકોટઃ પોલીસ અકાદમી કરાઇ ખાતે રાજયના પોલીસ વડા વિકાસ સહાય તથા ગૃહસચિવની ઉપસ્થિતિમાં ગઇકાલે પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરનાર કચ્છ-ભુજ અને હાલ રાજકોટ એસીબી વિભાગના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. કે. એચ. ગોહિલ, ગોંડલના ડી.વાય.એસ.પી. કે. જી. ઝાલા, રાજકોટ ક્રાઇમના એસીપી બી. બી. બસીયા અને રાજકોટ ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. મયુરધ્વજસિંહ સરવૈયાને પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે ડી.જી.પી. કમન્ડેશન ડીસ્ક એવોર્ડની સન્માનીત કરાયા હતા પ્રથમ તસ્વીરમાં એસીબીના ડી.વાય.એસ.પી. કે. એચ. ગોહિલ, બીજી તસ્વીરમાં ગોંડલના ડી.વાય.એસ.પી. કે. જી. ઝાલા, ત્રીજી તસ્વીરમાં રાજકોટ ક્રાઇમના એસીપી બી. બી. બસીયા તથા ભકિતનગરના પી.આઇ. મયુરધ્વજસિંહ સરવૈયા ડીસ્ક એવોર્ડ ર૦ર૩થી સન્માનીત થતા દ્રશ્યમાન થાય છે. અત્રે એ નોંધનીય છે કે, રાજયના પોલીસ ખાતાના ૧૧૩ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ 'ડીસ્ક એવોર્ડ'થી સન્માનીત કરાયા હતા

(3:56 PM IST)