News of Friday, 2nd August 2024
સુરત સહીત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 48 કલાકમાં મૂશળધાર વરસાદ પડી શકે:મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ ની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી 48 કલાકમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત, વલસાડમાં આજે વરસાદનું યલો એલર્ટ આપ્યુ છે. દમણ અને,દાદરા નગર હવેલીમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાત ઉપર ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા છે. આવતીકાલે પણ રાજ્યના ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગે કહ્યું છે કે 3 અને 4 ઓગસ્ટે રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેના કારણે સારો વરસાદ આગામી દિવસોમાં જોવા મળી શકે છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
