<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ, મેઘમહેર: ખેડૂતોમાં ખુશી

રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં મધ્યમ હળવાથી વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દિવસથી વરસાદનું જોર થોડું ઘટ્યું છે. હવામાન વિભાગે 2 ઓગસ્ટથી રાજ્યમાં  કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં મધ્યમ હળવાથી વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વહેલી સવારથી ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આજે હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે ડાંગ જિલ્લાના 2 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગ આહવામાં 15 મીમી અને વઘઈમાં 9 મીમી વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે, આજે હવામાન વિભાગે ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી, જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

(1:15 PM IST)