News of Friday, 2nd August 2024
વિવિધ ન્યાયાધીશોની બદલીઃ નવુ પોસ્ટીંગ
રાજકોટના જગદીશ કુમાર સુથારની બદલી આણંદ થઇ

અમદાવાદ તા.રઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયના અનેક ડિસ્ટ્રીકટ જજોની બદલી અંગે પોસ્ટીંગના ઓર્ડર આપવામાં આવ્યા છે જે મુખ્ય નીચે મુજબ છે.
મોરબી પ્રિન્સીપાલ એન્ડ સેશન્સ જજ આર.જી. દેવધારા સાહેબની પ્રેસિડેન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અમદાવાદ ખાતે ઓર્ડર કર્યો છે. તો નવા પ્રિન્સીપાલ એન્ડ સેશન્સ જજ તરીકે મોરબી કોર્ટના એડિશનલ એન્ડ સેશન્સ જજ શ્રી ડી.પી. મહિડા સાહેબને નિમણુંક અપાઇ છે. ઉપરાંત મોરબી સેકન્ડ એડિશનલ સેશન્સ જજ કે.આર. પંડયા સાહેબને એડિશનલ ડીસ્ટ્રીકટ જજશ્રી મોરબી તરીકે નિમણુંક આપવામાં આવી છે.
રાજકોટ ખાતેના જગદીશકુમાર સુથારની બદલી આણંદ તો ગીતાબેન આહિર કે જે હાલ ખંભાળીયા છે તેઓની બદલી ત્યાં જ ફેમેલી કોર્ટમાં બદલી કરવામાં આવી છે. રાજકોટમાં સંજયકુમાર મકવાણાની ૮માં એડી. ડીસ્ટ્રીકટ જજ તરીકે બદલી થઇ છે.
જયારે લીલાભાઇ જી. ચુડાસમા હાલ જયાં ફરજ બજાવે છે ત્યાંથી જેતપુર ખાતે એડી. ડી. જજ તરીકે બદલી થઇ છે. તો પ્રતિક જે તમાકુવાલા હાલ જે બેસ્ટ પર છે તેમાંથી બીજા એડી. ડી. જજ તરીકે નિમણુક થઇ છે.
મુસ્તાક ભટ્ટીની ત્રીજા એડી. ડીસ્ટ્રીકટ જજની ગોંડલ વિનયસિંહ રાણાની ચોથા એડી. ડીસ્ટ્રીકટ જજ રાજકોટ, ધર્મેન્દ્ર સિંઘની પાંચમા એડી. ડીસ્ટ્રીકટ જજ રાજકોટ તથા એ. એમ. શેખની છઠ્ઠા એડી. ડીસ્ટ્રીકટ જજ ધોરાજી ખાતે બદલી થઇ છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
