News of Monday, 5th August 2024
વલસાડની ઔરંગા નદીના પાણી શહેરી વિસ્તારોમાં ઘુસ્યા :કાશ્મીર નગરમાં 80થી વધુ ઘરોના લોકોનું સ્થળાંતર કરાયું
ભારે વરસાદ બાદ બંદર રોડ, તરિયાવાડ, કાશ્મીર નગરમાં પાણી ભરાયા

વલસાડઃ ભારે વરસાદ બાદ કાશ્મીર નગરમાં પાણી ભરાયા છે. વલસાડની ઔરંગા નદીના પાણી શહેરી વિસ્તારોમાં ઘુસ્યા છે. કાશ્મીર નગરમાં નદીના પાણી ઘૂસતા 80થી વધુ ઘરોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. કાશ્મીર નગર વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ભરાયા છે. બંદર રોડ, તરિયાવાડ, કાશ્મીર નગરમાં પાણી ભરાયા, ઔરંગા નદીની જળ સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
