<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

રાજ્યના 142 તાલુકામાં મેઘ મહેર: સૌથી વધુ ખેરગામમાં 9 ઇંચ, વલસાડ અને ધરમપુરમાં 7 ઇંચથી વધુ ખાબક્યો

આહવામાં 6.4, કપરાડામાં 6.3, ચીખલીમાં 6.2, વાંસદામાં 5.9, વઘઇમાં 5.8, પારડીમાં 5.4 ઇંચ વરસાદ વરસ્યો: 11 તાલુકામાં 1થી 4.6 ઇંચ સુધી વરસાદ

અમદાવાદ :આજે સવારથી રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ અને નવસારી જિલ્લામાં બે-ત્રણ દિવસથી ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં 9 અને વલસાડ જિલ્લાના ધરમપુરમાં 7.3 તથા વલસાડમાં 7.1 ઇંચ વરસાદ વરસ્યો છે.

    રાજ્યના 12 તાલુકામાં 5થી 9 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. જેમાં ખેરગામમાં 9 ઇંચ, ધરમપુરમાં 7.3, વલસાડમાં 7.1, આહવામાં 6.4, કપરાડામાં 6.3, ચીખલીમાં 6.2, વાંસદામાં 5.9, વઘઇમાં 5.8, પારડીમાં 5.4 ઇંચ વરસાદ વરસ્યો છે.

  રાજ્યના 11 તાલુકામાં 1થી 4.6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં 4.6 ઇંચ, સુબિરમાં 4.6, ડોલવણમાં 4.4, ગણદેવીમાં 2.5, તિલકવાડામાં 2.3, ઉમરગામમાં 2, કરજણમાં 1.8, સિનોરમાં 1.5, નસવાડીમાં 1.5, સોનગઢમાં 1 અને નવસારીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.

  આ ઉપરાંત રાજ્યના 122 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં અંકલેશ્વરમાં 24 મિ.મી., જલાલપોરમાં 22, ગરુડેશ્વરમાં 21, સુઇગામમાં 21, નાંદોદમાં 19, સિદ્ધપુરમાં 19, મેઘરજમાં 18, વિજાપુરમાં 17, વાગરામાં 16, મેંદરડામાં 16, તાલાલામાં 15, કુંકાવાવમાં 15, વ્યારામાં 15, બારડોલીમાં 14, હિંમતનગરમાં 14, ઝાલોદમાં 14, કંવાટમાં 13, આમોદમાં 12, જૂનાગઢમાં 11, જૂનાગઢ શહેરમાં 11, વાલોડમાં 11, ભિલોડામાં 11, મોરવા હડફમાં 11, ગરબાડામાં 11, વાલિયામાં 10, અમદાવાદ શહેરમાં 10, જાંબુઘોડામાં 10, બહુચરાજીમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે.

(1:16 PM IST)