<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

આગામી 3 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,મહેસાણા, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે

ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ નર્મદા, સુરત, તાપી, નવસારી, કચ્છ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

અમદાવાદ : આજે સવારથી રાજ્યમાં મેઘાવી માહોલ જોવાઈ રહયૉ છે,દક્ષિણ ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે ગત 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં 9 અને વલસાડ જિલ્લાના ધરમપુરમાં 7.3 તથા વલસાડમાં 7.1 ઇંચ વરસાદ વરસ્યો છે.

 દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ મુજબ આગામી 3 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ નર્મદા, સુરત, તાપી, નવસારી, કચ્છ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.

(1:28 PM IST)