News of Monday, 5th August 2024
૩૦૫૯ સાયબર પીડિતોને ન્યાય, ૧૬ કરોડ પરત અપાવ્યા, ઐતિહાસિક સિદ્ધિ
ભૂમાફીયાઓ પાસેથી કરોડોની જમીનનો લોકોને કબ્જો અપાવ્યા બાદ હવે સાયબર માફીયાઓ સામે સુરત સીપી અનુપમસિંહ ગેહલોત ટીમ આદુ ખાઈને પાછળ પડી જોઈન્ટ સીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં કાર્યદક્ષ ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાને પોલીસ કમિશનર દ્વારા નેતળત્વ આપતા સાયબર ક્રાઈમનાં એસીપી શ્વેતા ડેનિયલ તથા ટીમના નાના મોટા તમામે અશકયને શકય કરી બતાવ્યું

રાજકોટ, તા. પઃ સુરતના ભૂ માફીયાઓ સામે રીતસરનો જંગ માંડી સુરત કલેક્ટર સૌરભ પારગી, રેન્જ વડા પ્રેમવીરસિંહ , સુરત રૂરલ એસપી વિગેરે સાથે સંકલન સાધી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ટીમ દ્વારા ગણત્રીના સમયમાં ઐતિહાસિક કામગીરી કરી ૧૫૦ કરોડથી વધુની મિલકત પરત અપાવવા સાથે સુરત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ માફિયાઓનો ભોગ બનેલ લોકોને ન્યાય અપાવવા માટે આવા લોકોએ ગુમાવેલ રકમ પરત આપવાનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ વધુ ઝડપભેર શરૂ થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તનાં માર્ગદર્શનમાં પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા સુરતના કાર્યદક્ષ ડીસીપી ભાવેશ રોજીયાનાં નેતળત્વમાં એસીપી શ્વેતા ડેનિયલ સહિતની ટીમને એક્ટિવ કરતા ખૂબ સારા પરિણામ મળ્યા છે.
સાયબર ક્રાઇમનાં નાના મોટા સ્ટાફની અથાગ જહેમત ૩૦૫૯ જેટલા પીડિતોને ન્યાય મળવા સાથે ૧૬ કરોડ પરત કરવામાં સફળતા મળતા સુરતના લોકો દ્વારા પોલીસ તંત્ર પર અભીનંદન અવિરત વર્ષી રહ્યા છે.
ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો લોકોને તેમના બેંક ખાતા ખોલાવીને મોટી રાહત આપી છે. તેનાથી પીડિતોને આર્થિક નુકસાનમાંથી બહાર આવવામાં મદદ મળશે.
ડીસીપી રોઝિયાએ શહેરના રહેવાસીઓને સાયબર ફ્રોડથી સાવચેત રહેવા અને અજાણ્યા નંબરો પરથી આવતા મેસેજ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સાયબર ક્રાઈમથી પીડિત લોકોએ તાત્કાલિક હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવો જોઈએ.
સુરત શહેર પોલીસે સાયબર ક્રાઈમને રોકવા માટે અનેક હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. નાગરિકો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ પોલીસ હેલ્પલાઈન અને સુરત સાયબર મિત્ર ચેટ બોટનો સંપર્ક કરીને મદદ લઈ શકે છે.
જો તમે સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. તમે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (મોબ. ૭૦૬૯૦૫૨૫૫૫), સાયબર ક્રાઈમ પોલીસ હેલ્પલાઈન (નં. ૮૧૬૦૮૫૨૨૮૫), અથવા સુરત સાયબર મિત્ર ચેટ બોટ વોટ્સએપ નંબર (૯૩૨૮૫૨૩૪૧૭) નો સંપર્ક કરી શકો છો
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
