<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ગાંધીનગરમાં પંચાયત તાલીમ વર્ગમાં ભાગ લેતા પ્રવીણાબેન

 

રાજકોટ તા. પ :.. નેશનલ પંચાયત એવોર્ડ ૧ થી ૯ થીમ (એસ. ડી. જી.) આર. જી. એસ. એ. રીફ્રેશર તાલીમ તા. પ-૬ ઓગસ્ટ ગુજરાત ઇન્સ્ટ્રીટયુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ રાયસણ, જી. ગાંધીનગર ખાતે યોજાયેલ છે. જેમાં ભાગ લેવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી ગાંધીનગર ગયા છે. જેમાં નિષ્ણાંતો માનવ વિકાસ અને પંચાયતની કાયદાકીય જોગવાઇ, સાતત્યપૂર્ણ વિકાસ, આત્મનિર્ભર આંતરમાળખાકીય સુવિધા, પીવાનું પાણી, સ્વચ્છતા, પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની ભૂમિકા વગેરે વિષે માર્ગદર્શન આપશે.

(4:44 PM IST)