<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ઓગસ્ટમાં અનરાધાર વરસવા આભ આતુર :નર્મદા અને તાપી નદીના જળસ્તરોમાં વધારો થશે: અંબાલાલ પટેલની આગાહી

ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી મહેર જામશે. મધ્યપ્રદેશના ભાગોમાં પણ વરસાદ પડી શકે

અમદાવાદ :હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ સણસણતી આગાહી કરી છે. તેમના જણાવ્યાનુસાર નર્મદા અને તાપી નદીના જળસ્તરોમાં વધારો થશે. વધુમાં આગાહી કરી છે કે, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી મહેર જામશે

  બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. શ્રાવણમાં ગરમી પડી શકે છે ત્યારબાદ ઠંડી પડશે. સાબરકાંઠામાં પણ અડધાથી 2 કે 3 ઇંચ વરસાદ રહેશે. જ્યારે કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે.

  ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટા રહેશે. ગુજરાતના પશ્ચિમ કાંઠે એક સિસ્ટમ સક્રિય બની છે. જેના પગલે આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં વરસાદ રહેશે. જ્યારે મધ્યપ્રદેશના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં પુષ્કળ વરસાદ વરસી શકે જેના પગલે નર્મદા અને તાપીમાં જળસ્તરનો વધારો થશે

  તારીખ 8થી 9 ઓગસ્ટના રોજ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે.તો બીજી તરફ 11થી 14 ઓગસ્ટના રોજ ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે બંગાળના ઉપસાગરનો ભેજ ચીન તરફ જવાની શક્યતા રહેશે. તો 13, 14 અને 15માં મુંબઇ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તારીખ 23 ઓગસ્ટથી પર્વત આકારના મેઘની અસર દેખાશે. 25મી ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ રહેવા અંગે પણ તેમણે જણાવ્યું હતું

(9:27 PM IST)