News of Monday, 5th August 2024
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના 157 કેસ :પોઝીટીવ કેસની સંખ્યા 68 : વધુ 2 દર્દીઓના મોત
વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે.

અમદાવાદ :રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ 155ને પાર પહોંચ્યા છે. શંકાસ્પદ કેસનો આંકડો 157 પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 68 થઈ છે. આ જીવલેણ વાયરસથી આજે 2 દર્દીઓના મોત થયા છે.
આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.
વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
