News of Tuesday, 6th August 2024
કેમિકલ ભરેલ ટેન્કર નું ટાયર ફાટતા રેલિંગ તોડી કાસમાં ખાબકતા ટેન્કર ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત
ગાંધીધામનું એક કેમિકલ ભરેલ ટેન્કર વડોદરા ભરૂચ નેશનલ હાઇવે 48 પર વડોદરા ભરૂચ જવાના ટ્રેક પર જતું હતું ત્યારે અકસ્માત : ટેન્કર ચાલકનું ટેન્કર નીચે દબાઈ જતા મોત

વડોદરા જિલ્લામાં વરણામા પોલીસ મથકની હદ વિસ્તારમાં કેમિકલ ભરેલ ટેન્કર નું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. કેમિકલ ભરેલ ટેન્કર રેલિંગ તોડી કાસમાં ખાબકતા ટેન્કર ચાલકનું ટેન્કર નીચે દબાઈ જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનું એક કેમિકલ ભરેલ ટેન્કર વડોદરા ભરૂચ નેશનલ હાઇવે 48 પર વડોદરા ભરૂચ જવાના ટ્રેક પર જઈ રહ્યું હતુ દરમિયાન કેમિકલ ભરેલ ટેન્કરનું ટાયર અચાનક વડોદરા પોર વચ્ચે આવેલ ગુરુકુલ પાસે ધડાકાભેર ફાટતા ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કેમિકલ ભરેલ ટેન્કર રેલિંગ તોડી રોડ ની બાજુમાં આવેલ ઊંડી કાસ માં પલ્ટી મારતા ટેન્કર ચાલક ટેન્કરની નીચે દબાઈ જતા તેનું મોત નીપજ્યું હતું.
બનાવ ના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટના ની જાણ વકરણામાં પોલીસ ને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદ થી ટેન્કર ચાલકના મૃતદેહને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે પોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, સાથે કાસમાં ખાબકેલી કેમિકલ ભરેલ ટેન્કરને ક્રેન દ્વારા બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
