<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

રક્તદાનની જાગૃતિ માટે બ્લડ બેંકના ચેર પર્સન અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે પરિવાર સાથે રક્ત દાન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રક્તદાનની જાગૃતિ માટે બ્લડ બેંકના ચેર પર્સન અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે પરિવાર સાથે રક્ત દાન કરી અનોખી પહેલ કરી છે અને અન્યો માટે પ્રેરણારૂપ સાબિત થશે
    હાલમાં નર્મદા જિલ્લામાં અનેક સગર્ભા મહિલા અને અકસ્માતના દર્દીઓ માટે વારંવાર બ્લડની જરૂર પડે છે માટે જિલ્લામાં રકતદાનની જાગૃતિ લાવવા માટે લોકો માટે હંમેશા તત્પર રહેતા લોકલાડીલા ધારાસભ્ય અને બ્લડ બેંક ના ચેરમેન ડો. દર્શનાબેન દેશમુખે આજે પરિવાર સાથે રકતદાન કરી કરી અનોખી જાગૃતિ ફેલાવી.
 નર્મદા જિલ્લો જયારે ભરૂચ જિલ્લામાં હતો ત્યારે આ જિલ્લાના પૂર્વ સાંસદ અને ગુજરાતના પૂર્વ વન મંત્રી સ્વ.ચંદુભાઈ દેશમુખની આજે જન્મતિથિ હતી ત્યારે તેમના કુટુંબીજનોએ તેમની આ તિથિ દર વર્ષની જેમ રક્તદાન કરીને ઉજવી અને આ પુણ્યાત્માને સાચી શ્રદ્ધાંજલિ અર્પી, નર્મદા જિલ્લા રેડક્રોસમાં બ્લડની ખુબજ અછત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ કરી શકતા નથી ત્યારે  દેશમુખ પરિવારે મિત્ર મંડળ સાથે રક્ત દાન કરી આગામી દિવસોમાં જરૂરિયાત વાળા દર્દીઓને રક્ત પૂરું પાડી શકાય તે માટે નો પ્રયત્ન કર્યો. આજના આ કેમ્પમાં રેડ ક્રોસના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર તથા ખજાનચી નિમેશ ભાઈ પંડ્યા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ રક્ત દાન કર્યું. સાથેજ બ્લડ બેંકના મેડિકલ ડાયરેકટર ડૉ.રોમીલ શાહએ પણ રકતદાન કર્યું.
    આ અંગે ઇન્ડિયન રેડક્રોસ નર્મદા ના ચેરપર્સન. અને ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે આદિવાસી એવા નર્મદા જિલ્લામાં રક્તની જરૂરિયાત સામે રક્તદાન ખુબજ ઓછું થાય છે ત્યારે અમારા પરિવાર દ્વારા  આ રક્ત જરૂરિયાત વાળા દર્દીઓને કામ લાગે તે હેતુથી મે પણ રક્તદાન કર્યું

(9:13 AM IST)