News of Tuesday, 6th August 2024
અમદાવાદના દાણીલીમડા નજીક ચંડોળા તળાવ પાસે વરસાદી પાણીમાં ડૂબી જતા ત્રણ બાળકોના કરૂણમોત
ચંડોળા તડાવમાં રિ ડેવોલપમેન્ટનું કામ ચાલુ: મોટા ખાડા ખોદાયા હોય વરસાદી પાણી ભરાયું હતું ત્રણ બાળકો સોમવાર બપોરથી ગાયબ હતા:તેમના પરિવારે ચંડોળા તળાવ પાસે શોધખોળ કરી તો મૃતદેહ હાથ લાગ્યા

અમદાવાદમાં કાલે દાણીલીમડા નજીક ચંડોળા તળાવ પાસે વરસાદી પાણી ભરાઈ જતા 10 થી 12 વર્ષના બાળકો પાણીમાં ડૂબવાથી મોત થયા હતા. આ ત્રણ બાળકો સોમવાર બપોરથી ગાયબ હતા. જ્યારે તેમના પરિવારે ચંડોળા તળાવ પાસે શોધખોળ કરી ત્યારે તેમના મૃતદેહ હાથ લાગ્યા હતા. અને તરતજ એલ,જી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે આ વાત પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદમાં ચંડોળા તળાવ થોડા સમયથી રિ ડેવોલોપમેન્ટનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યા ખોટો કરવામાં આવ્યો છે.અને વરસાદના લીધે થોડા સમયથી ત્યા કામ બંધ હતુ. વરસાદના લીધે ત્યા પાણી ભરાઈ ગયુ હતુ. ત્યારે કાલે ત્યાની બાજુમાં રહેતા દેવી પૂજકવાસમાં રહેતા મેહુલ દેવીપૂજક, આનંદ દંતાણી, અને જિત્રેશ દંતાણી જે 10 થી 12 વર્ષના બાળકો છે.
સોમવારે બપોરથી આ ત્રણ બાળકો ગૂમ હતા.અને રાત્ર સુધી તે ઘરે પાછા ના આવતા. તેમના પરીવાર તેમની શોધખોળ કરી રહ્યા હતા. પણ તેમની ભાન ન મળતા તેમને ચંડોળા તળાવ પાસે તપાસ કરતા આ ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા આવ્યા હતા. અને તેમને તરત જ એલ.જી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પણ ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેથી પરિવારમાં શોકનું માહોલ જોવા મળી રહ્યો હતો.
થોડા સમયથી ચંડોળા તડાવમાં રિ ડેવોલપમેન્ટનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે. અને ત્યા મોટા પ્રકારનો ખાળો ખોદવામાં આવ્યો છે. અને ત્યાના અંદર રહેલા પાણી બહાર કાઢવામાં આવ્યુ હતુ. પણ જ્યારે વરસાદ પડતાની સાથે ત્યા તળાવમાં પાણી ભરાઈ ગયુ હતુ. અને બાજુમાં રહેતા દેવીપૂજક વાસમાં રહેતા ત્રણ બાળકો ત્યા જતા અચાનક પાણીમાં ડૂબી ગયા હતા. અને પરિવાર શોધખોળ કરતા તે ચંડોળા તળાવમાંથી મળી આવ્યા હતા.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
