<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

રાજયની ૫૩ હજાર આંગણવાડીઓમાં ૩.૧૫ લાખ વૃક્ષોનું રોપણ કરાશે

‘એક પેડ માં કે નામ' અભિયાનને વેગવાન બનાવાશે : ગાંધીનગર આંગણવાડીમાં ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે વૃક્ષારોપણ

રાજકોટ : ‘એક પેડ માં કે નામ' અભિયાન અન્‍વયે રાજયભરની ૫૩,૦૬૫ આંગણવાડીઓમાં કુલ ૩.૧૫ લાખથી વધુ વૃક્ષો વાવવાના અભિનવ પ્રયોગનો ગાંધીનગર આંગણવાડી ખાતે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે વૃક્ષારોપણ કરીને પ્રારંભ કરાવાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ દ્વારા દેશવાસીઓને પર્યાવરણ જતન અને સંવર્ધનની કરાયેલ આહવાનને સમર્થન આપવા યોજાયેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્‍ય શ્રીમતી રીટાબેન, સ્‍ટેન્‍ડીંગ કમીટીની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, ડે.મેયરશ્રી, મ્‍યુ.કાઉન્‍સેલરશ્રીઓ, સેકટરના વસાહતીઓ, મહિલા બાળ કલ્‍યાણ સચિવ શ્રી નિરાલા, કમિશ્‍નરશ્રી રણજીતકુમાર, નિયામક શ્રીમતી કુમુદબેન તેમજ શહેર જિલ્લા વહીવટી તંત્રના વરિષ્‍ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે  ફળ-ફુલના રોપાઓનું વિતરણ કરી ટેક હોમ રાશનમાંથી બનાવેલી વાનગીઓનું નિદર્શન પણ ગોઠવાયુ હતુ. (૧૬.૭)

(2:39 PM IST)