News of Tuesday, 6th August 2024
આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી : 2 દિવસ કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકશે
માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના; અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા

અમદાવાદ : આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દરેક જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે. 8 અને 9 ઓગસ્ટે કેટલાંક જિલ્લામાં અતિભારેની આગાહી છે. 8 ઓગસ્ટે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં ભારે વરસાદ પડી શકે. 9 ઓગસ્ટે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડશે.
આગામી 2 દિવસ રાજ્યભરમાં વાવાઝોડા સાથે વરસાદ વરસશે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
