News of Wednesday, 7th August 2024
ભરૂચમાં એટીએસનો દરોડોઃ ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડાઇઃ ૩૧ કરોડનો જથ્થો ઝડપાયોઃ બિનસત્તાવાર આંકડો ઘણો ઉંચો

નવી દિલ્હી તા.૭ : ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશયલ ઓપરેશન ગ્રુપે દહેજ નજીકના જોલવા ગામે એક ફાર્મા કંપની ઉપર દરોડો પાડી ૩૧ કરોડનું ગેરકાનુની ડ્રગ્સ ઝડપી પાડયુ છે. આ ડ્રગ્સનો જથ્થો ૧ર૦૦ લીટર હોવાનું બહાર આવ્યું છે. અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસે એલાયન્સ ફાર્મા કંપની ઉપર દરોડો પાડયો હતો. મેફેડ્રોન બનાવવા ઉપયોગ એની સામગ્રી જપ્ત કરી હતી. આ લીકવીડ એવું હતું કે તેનાથી આ ડ્રગ્સ ઝડપથી બની જાય. અહીંથી આ ડ્રગ્સ ગેરકાનુની રીતે બજારમાં મોકલવાનું હતુ અત્રે એ નોંધનીય છે કે મેફેડ્રોન યુવાનોમાં કુખ્યાત રીતે લોકપ્રિય છે અને યુવાધન આ ડ્રગ્સ લેતુ હોવાનું કહેવાય છે. જાણવા મળ્યા મુજબ સત્તાવાર રીતે ૩૧ કરોડનું ડ્રગ્સ હોવાનું કહેવાય છે પરંતુ બીનસત્તાવાર રીતે ૮૦૦ કરોડ હોવાનું ચર્ચાય રહયુ છે. ભરૂચના દહેજમાં ૮૦૦ કરોડનું લીકવીડ ફોર્મમાં ડ્રગ્સ મળી આવ્યુ છે : ૭૯૨ લીટર જેટલુ પ્રવાહી સ્વરૂપનું ડ્રગ્સ કબ્જે લેવામાં આવ્યુ છે : ૩ દિવસથી ઓપરેશન ચાલી રહ્યાનું એટીએસએ જાહેર કર્યુ છે : દહેજ નજીકના કોઈ ફાર્મમાં દરોડા પડયાનું અને ૮૦૦ લીટર એમડી ડ્રગ્સ અને ટ્રામાડોલ મળ્યાનું જાણવા મળે છે
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
