<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

પાંડેસરામાં રીક્ષા ચાલકો અચાનક હડતાલ પર ઉતરી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી

એકાએક સુરત થંભી ગયું:પોલીસ કોલોની ટીમ લઈને કૈલાશ નગર ચાર રસ્તા સુધી રીક્ષા ચાલકોએ રીક્ષાઓ રોકી ભાડામાં પાંચ રૃપિયા વધારવાની માંગ કરી હતી

 

 

સુરત,તા.૮

સુરતમા ભાડા વધારવાની માંગ સાથે રીક્ષા ચાલકોની હડતાલ ઉતર્યા છે. રીક્ષાનાં ભાડામાં પાંચ રૃપિયા વધારાની ચાલકો માંગ કરી રહ્યા છે. હડતાલને પગલે શાળા, કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાયા છે. મોટી સંખ્યામાં રોડ પર પેસેન્જરનો જમાવડો જોવા મળ્યો છે.

રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં આજરોજ રીક્ષા ચાલકો અચાનક હડતાલ પર ઉતરી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. પોલીસ કોલોની ટીમ લઈને કૈલાશ નગર ચાર રસ્તા સુધી રીક્ષા ચાલકોએ રીક્ષાઓ રોકી ભાડામાં પાંચ રૃપિયા વધારવાની માંગ કરી હતી. રીક્ષા ચાલકોનું માનવું છે કે હાલમાં જ બે વખત CNG ગેસના ભાવમાં વધારો નોંધાયો છે. સાથે શહેરમાં જે રીતના ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા છે. ગેસનો વપરાશ પણ વધી ગયો છે. અને ત્યારે ભાડું એને એજ રહેતા ભારે હાલાકી પડી રહી છે.હાલાકી ને પગલે આજ રોજ તમામ રીક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે અને રિક્ષા ભાડાંમાં પાંચ રૃપિયા વધારાની માગ કરી રહ્યા છે. બીજી બાજુ અચાનક જ રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરી જતા શાળા, કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાયા હતા. લોકોનું માનું છે કે અચાનક રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરી જતા તેમને ભારે હાલાકી પડી રહી છે. રીક્ષા ચાલકો જે રીતના રીક્ષા ભાડામાં પાંચ રૃપિયા વધારાની માંગ કરી રહ્યા છે તે યોગ્ય નથી. કારણ આ વિસ્તારોમાં ખાસ કરીને મજૂરી કરી તેમજ સામાન્ય નોકરી કરનારા લોકો વસે છે. માલિકો યોગ્ય પગાર આપતા નથી જેથી આ રીક્ષા ચાલકોને ભાડામાં વધારો કઈ રીતે આપી શકીએ. મહત્વની વાત એ છે કે હાલમાં જે રીતના મોંઘવારી એ માથું ઊંચક્યું છે. સામાન્ય લોકોને ભારે હાલાકી પડી હોય છે. સીએનજી ગેસના ભાવમાં પણ વધારો નોંધાતા રીક્ષા ચાલકો ભાડામાં પાંચ રૃપિયા વધારાની માંગ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ગરીબ મધ્યમ વર્ગના લોકો વધુ પ્રમાણમાં રીક્ષાનો ઉપયોગ કરતા હોય છે. આવા રિક્ષાચાલકોએ અચાનક પાંચ રૃપિયાનો વધારો માંગતા સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે.

(10:24 PM IST)