તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Friday, 9th August 2024
ગોધરાના ગોલ્લાવ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત
ઇકો સવાર 7 વ્યક્તિઓ પૈકી ચાર વ્યક્તિઓના મોત:ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા

પંચમહાલમાં ગોધરાના ગોલ્લાવ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં ઇકો સવાર 7 વ્યક્તિઓ પૈકી ચાર વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થયા છે તેમજ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે,
ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે ગાડીમાં 7 લોકો સવાર હતા જેમાંથી 4ના મૃત્યું થયા જ્યારે 3ને ગંભીર ઈજા પહોંચી છે. જે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અત્રે જણાવીએ કે, મૃતક છોટાઉદેપુર જિલ્લાના હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.
રાજ્યમાં બેફામ વાહન ચાલકો અને RTOના નિયમોના ઉલ્લંઘનના પગલે અકસ્માતમાં મોટા પાયે વધારો થયો હોય તેમ અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ગોધરાના ગોલ્લાવ પાસે અકસ્માતમાં 4 વ્યક્તિઓના જીવ ગયા છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
