News of Saturday, 10th August 2024
છોટા ઉદેપુર-વડોદરા-ખંભાતમાં ર ઇંચઃ ૧૩૬ તાલુકામાં વરસ્યો
આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી

અમદાવાદ તા. ૧૦: ગુજરાતના ૧૩૬ તાલુકાઓને મેઘરાજાએ ધમરોળ્યા છે.
ગુજરાતમાં થોડા સમયમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે. છોટાઉદેપુરમાં ર.૩ ઇંચ, વડોદરામાં ર.૧ ઇંચ, ખંભાતમાં ર ઇંચ ગળતેશ્વરમાં ૧.૭ ઇંચ, પાવી જેતપુરમાં ૧.પ, જાંબુઘોડામાં ૧.૪ ઇંચ, ધોળકા-વાઘોડીયા-સંજેલી-પાદરા-શેહરા-મોરવા હડફમાં ૧.૩ ઇંચ વરસાદ પડયો છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો, રાજસ્થાન અને દક્ષિણ ઝારખંડ અને પડોશી વિસ્તારોમાં ચક્રવતી પવનો ઓછા દબાણવાળા વિસ્તારની બરાબર ઉપર વહી રહ્યા છે તેની અસરને કારણે ર૪ રાજયો અને કેન્દ્રશાસ્તિ પ્રદેશોમાં આગામી સાત દિવસ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે.
જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ-દિલ્હી અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, કેરળ, કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ અને તમામ સાત પૂર્વોત્તર રાજયોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
