<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડને હેરાન કરતા હોવાના આક્ષેપ : ગાઇડની આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના એક્તા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ગાઈડ તથા ગાઈડ સુપરવાઇઝર વચ્ચે ટેલીફોનિક વાતચીત દરમિયાન સીઈઓ ને બીભત્સ ભાષા બોલવાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેને લઈને ત્યાં ફરજ બજાવતા ગાઈડને તેમના સુપરવાઇઝર દ્વારા આ ઓડિયો ક્લિપ ડીલીટ કરવાની ધમકી મળી હતી માટે આ ગાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સીઈઓ પાસે આ ઓડિયો ક્લિપ લઈ જઈ સંભળાવી હતી જ્યાં ગાઈડ સુપરવાઇઝરે બીભત્સ ભાષા બોલવાની ભૂલ કબૂલી હતી.
ડેપ્યુટી કલેકટર મારફતે ફરિયાદી ગાઈડ ને નોટિસ પાઠવવામાં આવી છે તથા નોકરી માથી કાઢી મુકવા માટે જણાવવામાં આવતા આ મામલા માં  ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે માટે આ ગાઇડે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેના જવાબદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ગાઈડ નો હવાલો સંભાળતા ડેપ્યુટી કલેક્ટર રહેશે તેમ જણાવતા મામલો ગરમાયો છે.

(11:15 PM IST)