<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

અમદાવાદના સરખેજમાં બે જૂથ વચ્ચે અથડામણ: વાહનોમાં તોડફોડ

ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોંચી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી હુસેની બેકરી પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી. એક જ કોમના બે જુથો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન કારના કાચ અને એક્ટિવા વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી. 

 ઘટનાની જાણ થતા જ, સરખેજ પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ લેવા પ્રયાસ કર્યો હતો.


 

(5:50 PM IST)