<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

રાજ્યમાં અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા નહીંવત: છૂટોછવાયો મધ્યમ વરસાદ વરસી શકે

17 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે નહીં .રાજ્યમાં અમુક ભાગોમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 17 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની કોઇ શક્યતા હાલ જણાતી નથી. તેમજ આ સમયગાળા દરમિયાન રાજ્યમાં અમુક ભાગોમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

12 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

13 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

14 અને 15 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં અમુક ભાગોમાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

16 અને 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

(6:20 PM IST)