<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

બપોરે 12 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સટાસટી :સુરત.તાપી અને નવસારીમાં ભારે વરસાદ

બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 82 તાલુકામાં વરસાદ :9 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો

અમદાવાદ : આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે.સુરત, નવસારી અને તાપીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના ઉમરપાડા અને નવસારી તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે જાણો બપોરે 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે.

આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 9 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડા અને નવસારી તાલુકામાં 2 ઈંચ, જલાલપોરમાં 1.7 ઈંચ, ડોલવણમાં 1.6 ઈંચ, વલોડમાં 1.3 ઈંચ, ડેડિયાપાડામાં 1.2 ઈંચ, પલસાણામાં 1.1 ઈંચ, વાંસદામાં 1 ઈંચ અને ભાવનગરના મહુવામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે.

(1:25 PM IST)