News of Monday, 12th August 2024
ગેરહાજર શિક્ષકો પર શિક્ષણ વિભાગની તવાઇ: કચ્છમાં લાંબા સમયથી ગેરહાજર 11 શિક્ષકોને નોટીસ ફટકારાઈ
રે 4 શિક્ષકોને વિદેશ પ્રવાસ મુદ્દે પણ નોટીસ : શિરવા ગામના 1 શિક્ષક લાંબા સમયથી ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરાયા

અમદાવાદ : રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકો પર શિક્ષણ વિભાગ દ્વારા તવાઇ બોલાવાઈ છે. કચ્છમા પણ શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહજાર રહેતા હોવાનું સામે આવ્યું છે
. કચ્છ જિલ્લાની અલગ-અલગ શાળામા 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. જ્યારે 4 શિક્ષકોને વિદેશ પ્રવાસ મુદ્દે પણ નોટીસ ફટકારાઈ છે. પ્રાથમીક શિક્ષણ અધિકારીએ તમામને નોટીસ ફટકારી જવાબ રજૂ કરવા તાકીદ કરી છે. શિરવા ગામના 1 શિક્ષક લાંબા સમયથી ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરાયા છે. 11 શિક્ષકો લાંબા સમયથી અનિયમીત રહેતા, નિયમ મુજબ નોટીસ ફટકારાઇ છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
