<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

વડોદરા શહેરમાં 77 ટકા અને જિલ્લામાં 63.42 ટકા સિઝનનો વરસાદ :આજવાની સપાટી 211.60 ફૂટ

શહેરના મોટાભાગના વિસ્તારોમાં હવે પાણીની કટોકટી નહિ સર્જાય:15મી ઓગષ્ટ સુધીમાં આજવા ડેમની સપાટીને 212 ફૂટ સુધીના વોટર લેવેલને મેન્ટેન રાખવાનો પાલિકાનો નિર્ણય

વડોદરા શહેર જિલ્લામાં વરસાદી સીઝન ભરપૂર જોવા મળી રહી છે. દરરોજ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા વરસાદી મહેર વરસાવી રહ્યા છે. જેના કારણે શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ક્રમશ 77% અને 63.42% વરસાદ નોંધાયો છે.

જયારે આજવા સરોવર ડેમની જળ સપાટી પણ 211.60 ફૂટે પહોંચી ગઈ છે. આ સાથે જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં હવે પાણીની કટોકટી નહિ સર્જાય. પરંતુ 15મી ઓગષ્ટ સુધીમાં આજવા ડેમની જળ સપાટીને 212 ફૂટ સુધીના વોટર લેવેલને મેન્ટેન રાખવાનો પાલિકા ધ્વરા નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરના પૂર્વ વિસ્તારોમાં રહેતા લોકોને હવે આ વર્ષ દરમિયાન પાણીની અછત નહિ સર્જાય તેવી શક્યતા છે. આ સિવાય વિશ્વામિત્રી નદી પણ હાલ 16 ફૂટે વહી રહી છે.

તો બીજી તરફ છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં અનેક વિસ્તારોમાં પડી રહેલ છુટોછવાયો વરસાદ આજે પણ યાથવત જોવા મળી રહ્યો છે. શહેરના સમા, દુમાડ, ખોડિયારનગર, અલકાપુરી, ઈલોરાપાર્ક, ગેંડાસર્કલ, માંડવી, ઓલ્ડ પાદરા રોડ સહીત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.

(9:01 PM IST)