<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

ખાનગી યુનિવર્સિટીના સંચાલકોની સી.આર.પાટીલને યુનિવર્સિટીના વિકાસ કામો મુદ્દે રજુઆત

જુનાગઢઃ સુરત ખાતે ગૂજરાતમાં આવેલી તમામ ખાનગી યુનિવર્સિટીના સંચાલકો એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ અઘ્‍યક્ષ સી. આર. પાટીલ સાથે મુલાકાત કરીને યુનિવર્સિટીના આગળનાં વિકાસ કામને લઇ રજૂઆત કરવામાં આવી હતી શ્રી પાટીલે રજૂઆત ને ધ્‍યાને લઈને યોગ્‍ય નિર્ણય કરવાની ખાત્રી આપી હતી. યુનિવર્સિટીનાં સંચાલકોએ શ્રી પાટીલનો યોગ્‍ય પ્રત્‍યુતર આપવા બદલ આભાર વ્‍યક્‍ત કરેલ હતો.(અહેવાલઃ વિનુ જોશી, તસવીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(9:55 AM IST)