<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

અમદાવાદમાં ડ્રગ્સના વેચાણના નેટવર્કનો પર્દાફાશ: વાસણા પોલીસે 22.350 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ

વાસણાના નારાયણનગર રોડ પર ધર્મેન્દ્ર ઠાકોર ડ્રગ્સનું વેચાણ કરતો હતો. ત્રણ માસથી આરોપી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદ શહેરમાં ફરી  ડ્રગ્સના વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો છે.  વાસણા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા 22.350 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. વાસણાના નારાયણનગર રોડ પર ધર્મેન્દ્ર ઠાકોર ડ્રગ્સનું વેચાણ કરતો હતો. ત્રણ માસથી આરોપી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ડ્રગ્સની નાની પડકી બનાવી ₹2,000 થી ₹2,500માં વેચતો હતો. ધર્મેન્દ્રને ડ્રગ્સ વેચવા આપનાર વોન્ટેડ આરોપી ઉસામા શાહિદ ફરાર છે. કયા-કયા વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય થતું હતું તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

(12:06 PM IST)