<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

રાજ્યમાં શિક્ષકોને NOC આપતા પહેલા વિઝાનો પ્રકાર તપાસવો જોઇએ: શાળા સંચાલક મંડળ

શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શિક્ષકોની ગેરહાજરી મુદ્દે મોટું નિવેદન આપ્યું

અમદાવાદ : શિક્ષકોને NOC આપતા પહેલા વિઝાનો પ્રકાર તપાસવો જોઇએ.શિક્ષણ વિભાગને શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે આ સલાહ આપી છે,  ભાસ્કર પટેલે શિક્ષકોની ગેરહાજરી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે  તેઓએ દાવો કર્યો કે વિદેશ ગયા બાદ શિક્ષકો નોકરીનો વિકલ્પ ખુલ્લો રાખે છે. જો વિદેશમાં સેટ ન થવાયું તો દેશમાં નોકરી હેમખેમ રહે તે માટે શિક્ષકો રાજીનામું આપ્યા વગર છટકબારીનો સહારો લે છે. તેઓએ માગ કરી કે એકવાર રજા લીધા બાદ બીજીવાર વિદેશ પ્રવાસની રજા આપતી વખતે તપાસ કરવી જોઇએ.

(1:07 PM IST)