News of Tuesday, 13th August 2024
ભારે કરી : ભાભર સુથાર નેસડી શાળાના શિક્ષક NOC વિના વિદેશમાં:બે નંબરમાં વિદેશ ગયા હોય ભારત નહીં આવી શકે
બનાસકાંઠા ભાભરની સુથાર નેસડી પગાર કેન્દ્ર શાળામાં નોકરી કરતા શિક્ષકે પ્રિન્સીપાલને જાણ કર્યા વગર જ દસ મહિનાથી રજા પર ઉતરી ગયા

અમદાવાદ : શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે પગલાં લેવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. ત્યારે વધુ એક બનાસકાંઠા ભાભરની સુથાર નેસડી પગાર કેન્દ્ર શાળામાં નોકરી કરતા શિક્ષકે પ્રિન્સીપાલને જાણ કર્યા વગર જ દસ મહિનાથી રજા પર ઉતરી ગયા હતા. બાદમાં તેમણે ફોન કરીને આચાર્યને જણાવ્યું હતું કે તે બે નંબરમાં વિદેશ ગયા હોવાથી ભારત નહીં આવી શકે તેમ નથી. જેથી પ્રિન્સીપાલે તાલુકા શિક્ષણાધિકારીને જાણ કરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ, ભાભર તાલુકાના સુથાર નેસડી પગાર સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિપુલભાઈ પટેલ વિજાપુરના હીરાપુર ગામના વતની છે. આ શિક્ષક છેલ્લા સાત વર્ષથી સુથાર નેસડી શાળામાં ફરજ બજાવતા હતા. જેઓ ધોરણ 6થી 8 માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ તેઓ 1 સપ્ટેમ્બર 2023 થી શાળાના આચાર્યને જાણ કર્યા વગર જ કપાત પગારની રજા પર ઉતરી ગયા હતા.
આ શિક્ષક અમેરિકાના સાઉથ કેરોલિના ગયા હોવાથી ચર્ચાએ વેગ પકડ્યો છે. શિક્ષક શિક્ષક જાણ કર્યા સિવાય કપાત રજા પર ઉતરી જતાં એક મહિનામાં જ શાળાના આચાર્ય વશરામભાઈ મકવાણાએ ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી. જેથી શિક્ષક વિપુલ પટેલ દ્વારા આચાર્યને ફોન પર જાશ કરી હતી કે હું બે નંબર માં વિદેશ ગયેલો હોવાથી પાછો આવી શકું તેમ નથી.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
