News of Tuesday, 13th August 2024
સત્તાધારીઓના આંખ કાનની ભૂમિકા ભજવતા આઇબી વડા તરીકે કોને મૂકવા
ઘણા સિનિયર આઇપીએસ છે, પણ ગાંધીનગર વફાદારીનાં જે માપદંડ ઈચ્છે છે તે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને રાજકોટના પૂર્વ રેન્જ અને હાલના બરોડા રેન્જનાં સંદીપસિંહ સુધી આવીને અટકી જાય છે : ગુજરાતનાં ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત ગત માસની ૩૧મીએ નિવળત્ત થયેલ ઇન્ટેલિજન્સ વડાનાં સ્થાને નિમણૂક તો દૂર પણ ચાર્જ પણ આપી શકાયો ન હતોઃ માત્ર ગાંધીનગર જ નહિ, દિલ્હી દરબાર માટે કોયડો સર્જાયો છે? હવે શું? આઇપીએસ , રાજકીય વર્તુળોમાં હોટ ટોપિક

રાજકોટ તા.૧૩: રાજ્ય પોલીસ તંત્રમાં હાઈ લેવલની પોસ્ટમાં દેખીતી રીતે ચોક્કસ પોસ્ટનું કોઈ મહત્વ ન હોય તેવું અમુક પોસ્ટની સરખામણીએ લાગતું હોય છે, જોકે જાણકારોને જ ખ્યાલ હોય છે કે રાજકીય દૃષ્ટિએ અમુક પોસ્ટ ખૂબ મહત્ત્વની હોય છે, આવી એક પોસ્ટ એટલે ઇન્ટેલિજન્સ જે આઇબી વડા તરીકે ઓળખાય છે તે સ્થાન, હાલમાં ગતમાસનાં અંતે વય મર્યાદાને કારણે એડી.ડીજી લેવલનાં રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ નિવળત્ત થતા આ સ્થાન ખાલી પડતા આ સ્થાને કોની પસંદગી કરવી એ ગાંધીનગરનાં કર્તાહર્તા સમહર્તા અને કેન્દ્ર માટે પણ કોયડો સર્જાયો છે.
આઇબી વડા તરીકેની દેખીતી કામગીરી કરતા અદ્ર્શ્ય કામગીરીનું ખૂબ મહત્વ હોય છે, વર્તમાન સરકારના ટોચના નેતાઓનાં વિપક્ષો સાથે સરકારમાં રહી કોણ કોણ વિરોધી છે, આ બધા શું ધંધા કરે છે? સરકાર બદનામ થાય ત્યાં સુધી બેફામ બન્યા નથીને,? દેખીતી રીતે સાથે રહેતા પણ પાછળથી વિરોધીઓ સાથે રહી કોઈ સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરતા નથીને? કોના પર વિશ્વાસ રાખવો, સરકાર વિરુદ્ધ કોઈ વ્યક્તિઓ અભિયાન ચલવતા હોય તે વ્યક્તિના ઇતિહાસ, ભૂગોળ શોધી તેના કનેક્શન શોધી આપવા, કયા ઓફિસર કેવા કાર્ય કરે છે? લોકોમાં શું છે? તેમને સોંપાયેલ મિશનથી પાર પાડવામાં કેવા ઉત્સાહી છે? જેવી અનેક બાબતો આઇબી વડાની વિશ્વાસુ ટીમ દ્વારા જ મળે છે.
ગાંધીનગર સાથે દિલ્હી પણ ઉપરોકત ક્વોલિટી ઇચ્છતું હોય છે, ઘણી વખત તો સ્ટેટ બહુ ગંભીર ન હોય તો કેન્દ્રની નેતાગીરી સુધી તેમના કાર્યાલયના વિશ્વાસુ સુધી આ બાબત પહોંચતી કરવી પડે છે.
ગુજરાતમાં પાયો ગણાય તેવી પંચાયતની ચૂંટણીઓ નજીક છે તેવા સમયે આઇબીની ભૂમિકા મહત્વની બને છે, આઇબી ખૂબ મહેનતથી ચલાવનારની હાઈ લેવલથી સારા પોસ્ટીંગ દ્વારા કદર થાય છે.
નવાઈની વાત એ છે કે, આઇબી વડા નિવળત્ત થયા ત્યાં સુધી કોને ચાર્જ આપવો તે નક્કી ન કરી શકાયું. સિનિયર આઇપીએસ વર્તુળો આનો અર્થ એવો કાઢે છે કે આ લેવલે અમદાવાદ ગાંધીનગરમાં કોઈ વિશ્વાસુ નથી, એકાદ બે છે તે જુનિયર છે, અને તેમને હટાવી અહી લાવે તો જયા છે ત્યાંની માહિતી કે કામ કરાવવા સરળ ન રહે.
આઇપીએસ વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ગાંધીનગર દ્વારા લાંબી ચર્ચા વિચારણા પછી બે નામો પર દૃષ્ટિ સ્થિર થયેલ છે, તેમાં રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવ અને બીજા પણ રાજકોટ રેન્જમાં ફરજ બજાવી ગયેલ બરોડા રેન્જ આઇજી સંદિપસિહ છે, અશોક કુમાર યાદવ ગાંધીનગર વતી આખા સૌરાષ્ટ્ર્માં બાજ નજર રાખે છે. પીએમ કાર્યાલય નજીકના સંદિપસિંહ પણ ખૂબ મોટી જવાબદારી નિભાવે છે તેથી તેમને હાલના સ્થાનેથી હટાવવા કે નહિ તે મનોમંથન ચાલે છે, આ બન્નેમાંથી એક મુકાય તો આઇબી વડાની જગ્યા ડાઉન ગ્રેડ થશે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
