<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ સહિત ગુજરાતના જુદા જુદા જીલ્લામાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટની આગાહી

અમદાવાદ- ગાંધીનગરમાં ર દિવસ હળવાથી મધ્‍યમ વરસાદ પડશેઃ હવામાન ખાતુ

અમદાવાદ, તા. ૧૩ : ગુજરાતમાં હાલ સાયક્‍લોનિક સકર્યુલેશનના કારણે હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે બપોરની આગાહીમાં ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે અને વરસાદની તીવ્રતા અંગેની આગાહી આપી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્‍દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્‍યા પ્રમાણે, ગુજરાતમાં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી છે. જ્‍યારે રાજ્‍યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની ર્વોનિંગ આપવામાં આવી છે.

રામાશ્રય યાદવે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્‍યુ છે કે, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને,દીવમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટની આગાહી છે.

આ સાથે તેમણે આવતીકાલ એટલે બુધવાર માટે પણ ભારે વરસાદની આગાહી આપી છે. જેમા તેમણે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવી છે. આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની ર્વોનિંગ છે.અમદાવાદ અને ગાંધીનગર માટેની આગાહીમાં જણાવ્‍યુ કે, બે દિવસ હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે ચોમાસાના આંકડા જણાવતા કહ્યુ કે, ગુજરાતમાં ૧ જૂનથી અત્‍યાર સુધીમાં ૪૮૯ સરેરાશ વરસાદ સામે ૫૨૯ ળળ વરસાદ નોંધાયો. જેથી ગુજરાતમાં અત્‍યાર સુધીમાં આઠ ટકા વધુ વરસાદ નોંધાયો છે

(4:37 PM IST)