News of Tuesday, 13th August 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી અને વિવિધ તબક્કાનું જાહેરનામું પ્રસિદ્ધ
ઉમેદવારોના નામોની દરખાસ્ત મંગાવવાની જાહેર નોટીસ તારીખ 20-8-2024 છે ઉમેદવારોના નામોની દરખાસ્ત કરવા માટેની આખરી તારીખ 2-9-2024

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંગેના વિવિધ તબક્કાઓનું જાહેરનામુ ક્રમાંક : મઉમશબ/ચૂંટણી-૨૦૨૪/તબ.તા./૩૨૯/૨૦૨૪.-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ- ૧૯૭૨ ની ક્લમ-૩(૨) વર્ગ-ખ ચૂંટાયેલા સભ્યોના ખંડ-(૧) થી ખંડ-(૯) માં નિર્દેશ કરેલ સંવર્ગો અનુસાર બોર્ડના સભ્યોની ચૂંટણી માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ના વિનિયમ-૫ના પરિશિષ્ટ-અ માં નિયત થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણી કાર્યરીતિના નિયમોના નિયમ ક્રમાંક-૭(૨) પ્રમાણે
ચૂંટણી અંગેના વિવિધ તબક્કાઓનું જાહેરનામું" નોંધાયેલા મતદારો માટે આજ રોજ તા. ૧૩મી ઓગષ્ટ, ૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવે છે.
મતદાર યાદી પ્રસિદ્ધિ અંગે અધ્યક્ષની જાહેર નોટીસ ચૂંટણીની તારીખનું જાહેરનામું તા, 13-8-2024 છે ઉમેદવારોના નામોની દરખાસ્ત મંગાવવાની જાહેર નોટીસ તારીખ 20-8-2024 છે ઉમેદવારોના નામોની દરખાસ્ત કરવા માટેની આખરી તારીખ 2-9-2024 (સમય બપોરના ૦૩-૦૦ ક્લાક સુધી) ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ તા.3-9-2024 (સમય સવારના ૧૧-૦૦ કલાકથી) ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ (સમય સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૦૩-૦૦ કલાક દરમિયાન) હરીફ ઉમેદવારોના નામની આખરી યાદીની જાહેરાત. મત નોંધવા માટેની તારીખ(મતદાન તારીખ) મત ગણતરીની તારીખ ,પરિણામની જાહેરાતની તારીખ,ચૂંટાયેલા ઉમેદવારોના નામ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવાની તારીખ સહિતની વિગતો જાહેર કરાઈ છે
નોંધ - (૧) ઉમેદવારીપત્રો જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએથી તેમજ બોર્ડની કચેરી ખાતેથી તા.૨૦/૦૮/૨૦૨૪ ને મંગળવાર તા. ૩૧-૦૮-૨૦૨૪ શનિવાર સુધી કચેરી સમય દરમિયાન રજાના દિવસો સિવાય મળી રહેશે. (૨) બોર્ડની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારોએ પોતાના ભરેલા ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારીશ્રીને જાતે અથવા તેમણે આ અર્થે લેખિત અધિકૃત કરેલા પ્રતિનિધિ મારફતે હાથોહાથ મોડામાં મોડા તા. ૦૨-૦૯-૨૦૨૪ ને સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેકટર-૧૦/બી, જુના સચિવાલયની બાજુમાં, ગાંધીનગર ખાતે બપોરના ૦૩:૦૦ કલાક સુધીમાં રજૂ કરવાના રહેશે. ઉમેદવારીપત્રો ટપાલ / કુરીયર દ્વારા મોકલવામાં આવશે તો તે સ્વીકારવામાં આવશે નહીં અને તે માન્ય રહેશે નહિ.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
