તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Tuesday, 13th August 2024
અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત
વિરાટનગરના કેસરી નંદન ચોકથી તિરંગાયાત્રા શરૂ:યાત્રાનો નિકોલના ખોડીયાર મંદિર સુધીનું આયોજન કરાયું:મોટી સંખ્યામાં અમદાવાદના લોકો સામેલ થયા

અમદાવાદના વિરાટનગરમાં તિરંગાયાત્રાનું આયોજન કરાયું હતુ, આ તિરંગા યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. અમિતભાઈ શાહ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારના મંત્રીઓ તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહ્યાં હતા. વિરાટનગરના કેસરી નંદન ચોકથી તિરંગાયાત્રાની શરૂઆત થઈ હતી. આ યાત્રાનો નિકોલના ખોડીયાર મંદિર સુધીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં અમદાવાદના લોકો સામેલ થયા હતા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહએ કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન યુવાનીઓમાં નવ ઉર્જા ભરવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલો કાર્યક્રમ દેશ ભક્તિની અભિવ્યક્તિની સાથે સાથે 2047માં મહાન અને વિકસિત ભારતનું એક પ્રતિક બન્યું છે, 15મીએ દરેક ઘર પર વાહન પર તેમજ ઓફિસ અને કચેરી પર તિરંગો લહેરાય અને દેશભક્તિનો વાતાવરણ ઉભો થાય તેવું કાર્ય કરવાનું છે. .
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, દેશને મળેલી મહામૂલી આઝાદીનો ગૌરવ ગાન કરવા માટે તેમજ આઝાદીના લડવૈયાઓને યાદ કરવા માટે હર ઘર તિરંગા યાત્રાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરણા આપી છે. આ અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે 2047માં આપણે આઝાદીની સતાબ્દી ઉજવવાના છીએ.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
