<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ક્લાઈમેટ ચેન્જ અને બદલાતું કાશ્મીર: સોનમર્ગમાં હવે હાડ થીજાવતી ઠંડી ભૂતકાળ બની: હિમવર્ષા ઘટી પણ વિકાસની રફતાર વધી: દાયકાઓ પહેલા ૯ ફૂટ બરફ પડતો: હવે માંડ ૨ ફૂટ: આજે 'ચિલ્લઈ કલાં' પણ કોરો જાય છે : ટનલના નિર્માણને કારણે સોનમર્ગ જેવા વિસ્તારો હવે બારેમાસ ખુલ્લા રહે છે: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા હવે આકાશ ચોખ્ખું થઈ રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડવાની શક્યતા: હવામાન ખાતુ : પર્યાવરણની ચિંતા: દાયકાઓ પહેલા ૯ ફૂટ બરફ પડતો હતો: હવે માંડ ૨ ફૂટ: 'ચિલ્લઈ કલાં'ની તાસીર બદલાઈ: ટનલ અને કનેક્ટિવિટી વધતા બારેમાસ ધમધમતું થયું પર્યટન, સ્થાનિકો માટે રોજગારીની નવી તકો ખૂલી9:47 AM IST

અફડાતફડી બાદ આજે ચાંદીમાં વધુ ર૮,૦૦૦ અને સોનામાં પ૦૦૦ રૂા.નો કડાકો બપોરે ર.૩૦ વાગ્‍યે ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૩,૬પ,૦૦૦ અને સોનાના ભાવ ઘટીને ૧,૭ર,૦૦૦ રૂા. થયા સોના-ચાંદીના ભાવમાં ગઇકાલે રાત્રે ભારે અફડાતફડી બોલ્‍યા બાદ આજે ચાંદીમાં વધુ ર૮,૦૦૦ રૂા.નો કડાકો થયો હતોઃ ચાંદી ૧ કિલોના ભાવ ૩,૯૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૩,૬ર,૦૦૦ રૂા. થઇ ગયા છે. તેવી જ રીતે સોનામાં પ૦૦૦ રૂા.નું ગાબડુ પડયું છે. સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૭૭,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૭ર,૦૦૦ રૂા. થઇ ગયા છે. અત્રે એ નોંધનીય છે કે, ગઇકાલે સોના-ચાંદીમાં અફડાતફડી થઇ જતા ચાંદી ૧ કિલોના ભાવ ૪,ર૦,૦૦૦ ની ટોચની સપાટી બનાવી ૩,૭૦,૦૦૦ થઇ ગયા હતા અને ફરી ભાવ વધીને ૩,૯૦,૦૦૦ રૂા. થઇ ગયા બાદ આજે વધુ ર૮,૦૦૦ રૂા. તૂટયા છે. તેવી જ રીતે સોનાના ભાવ ૧,૮૭,૦૦૦ રૂા. ની ટોચની સપાટી બનાવી ત્‍યાર બાદ ઘટીને ૧,૭૭,૦૦૦ થઇ ગયા છે તેમાં આજે પ૦૦૦ રૂા.ઘટીને ૧,૭ર,૦૦૦ રૂા. થઇ ગયા છે. 3:33 PM IST

આ વર્ષનો જુનાગઢ ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે : હર્ષ સંઘવી : મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન અંગે નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ : સાધુ સંતોના આગમનને વધુ ભવ્ય બનાવવા તા. ૧૧ ફેબ્રુઆરીએ સૌ પ્રથમવાર અલૌકિક નગર પ્રવેશ સાથે નગરયાત્રા નીકળશે : પવિત્ર નાગા સાધુઓની રવેડીનો રૂટ લંબાવવામાં આવ્યો: રવેડી રૂટમાં ૫૦૦ મીટરનો વધારો કરીને ૨ કિ.મી રૂટ કરાયો: રવેડીના દર્શનનો લાભ મહત્તમ શ્રદ્ધાળુઓ લઈ શકશે : સમગ્ર રૂટ ઉપર ભક્તિમય વાતાવરણ સાથે ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરાશે : શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવશે2:07 PM IST

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ: ટેકનોલોજી, પારદર્શિતા અને ‘ઝીરો એરર’નો ત્રિવેણી સંગમ : સમગ્ર ભરતી પ્રક્રિયામાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ‘ઝીરો એરર’ ટાર્ગેટ માટે ફુલપ્રુફ વ્યવસ્થા: ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુ : શારીરિક કસોટીમાં દરેક સેકન્ડની ચોકસાઈ રાખવા ઉમેદવારોના પગમાં RFID ચિપનો ઉપયોગ : ઉમેદવારની ઊંચાઈ માપણી કે પ્રક્રિયામાં અસંતોષ હોય તેવા ઉમેદવાર માટે સ્થળ પર જ 'અપીલ બોર્ડ'ની વ્યવસ્થા : ગુજરાત પોલીસમાં ૧૩,૫૯૧ જગ્યાઓ માટે ૧૦ લાખથી વધુ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા : તા.૨૨ થી ૨૯ જાન્યુઆરી સુધીમાં ૧,૮૭,૮૭૪ ઉમેદવારો બોલાવવામાં આવ્યા, ૧,૧૬,૦૭૫ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી તે પૈકી ૫૦,૩૮૩ ઉમેદવારો ઉતીર્ણ થયા1:08 PM IST

ગુજરાત રાજ્યના ૨૬૬૬ ગામોને મળશે પોતીકા ગ્રામ પંચાયત ઘર : રૂ.૬૬૩ કરોડના કુલ ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસોનું એક સાથે એક જ સ્થળેથી ઇ-ખાતમુહૂર્ત કરવાનો સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેની અધ્યક્ષતામા યોજાયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો સેચ્યુરેશનનો વિચાર ગુજરાતની બધી જ ગ્રામ પંચાયતોને પોતાના પંચાયત ઘરથી સાકાર કરાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્ય વ્યાપી લોન્ચીંગ આણંદના ભાદરણ ખાતેથી કરાવતા મુખ્યમંત્રી : પંચાયત મંત્રી રૂષિકેશ પટેલ – અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી – પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ3:44 PM IST

મા-દિકરાના કારમાં અપહરણઃ પોલીસે મુક્‍ત કરાવ્‍યા : મુળ ગઢડા બોટાદના હાલ રાજકોટ રહી દૂધનો ધંધો કરતાં કૃણાલ મિઠાર સહિત ચારે રાત્રે મહિલા અને તેના ૧૪ વર્ષના દિકરાને ઉઠાવી લીધાં : સાધુ વાસવાણી રોડ જનકપુરી ક્‍વાર્ટર પાસેનો બનાવ : કૃણાલને જેની સાથે લગ્ન કરવા હતાં એ યુવતિના અન્‍ય લગ્ન કરાવી દેતાં ખાર રાખી પહેલા તેણીના પિતાનો પીછો કર્યોઃ તેમણે ફોન કરી પોતાના પત્‍નિ-પુત્રને બોલાવતાં કૃણાલ ત્‍યાંથી નીકળી ગયોઃ પ્રોૈઢ નોકરીએ જવા નીકળ્‍યા અને તેના પત્‍નિ-પુત્ર ઘરે જવા નીકળતાં કૃણાલે ફરીથી આવી બંનેના અપહરણ કર્યાઃ ૪ આરોપી સકંજામાં : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અનુસાર યુનિવર્સિટી પીઆઇ એચ. અને. પટેલ, પીએસઆઇ ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ અને ટીમની કાર્યવાહીઃ કાર પણ કબ્‍જે 2:44 PM IST