<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રાજકોટ એસીબીના કે.એચ.ગોહિલ સહિત ૩ અધિકારી અને ૭ જેટલા સ્‍ટાફની પીઠ થાબડતા શમશેરસિંઘ

સાગઠીયા અને ફાયર બ્રિગેડના લોકોને પીડનાર ઓફિસરો સામે અવિરત કાર્ય કરનાર એસીબી અધિકારીઓ અને સ્‍ટાફને પ્રશંસા પત્ર પાઠવતા એસીબી નબળી કામગીરી બદલ કાન ખેચવા સાથે પ્રજાને પીડનાર લોકોની કરમ કુંડળી તૈયાર કરનાર રાજ્‍યભરના એસીબી એકમોની કદર કરવાના પગલાની ચોતરફ પ્રશંસા

રાજકોટ તા. ૧૪ : રાજકોટનાં અતિ કરુણ અને અરેરાટી જગાવનાર જમઝોન કાંડના પગલે તત્‍કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા અને ફાયર બ્રિગેડ અધિકારીઓ સામે કાર્યવાહી કરી હવે રાજકોટ મહાનગરપાલિકામાં બધું સાફ સુથરૂ ચાલે છે તેવું માની પલાઠી વાળી બેસી રહેવાને બદલે રાજકોટ મહાનગરપાલિકા સહિતના તંત્ર અંગે જાગળતિ રાખી ખાનગી માહિતી એકત્ર કરવા કરેલ સૂચન મુજબ રાજકોટ એસીબી યુનિટ દ્વારા જે રીતે જાગળતતા દાખવી તેના કારણે મહા નગરપાલિકામાં પ્રતિનિયુક્‍તિ પર સરકારમાંથી ફાળવાયેલા ઇન્‍ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારૂં સહિતના અધિકારીઓની કુંડળીઓ કાઢવા એસીબી રીતસર આદુ ખાઈને પાછળ પડી જતાં છટકામાં ઝડપાઇ જતાં આખું મોટી સફળતા મળી છે, આ તો માત્ર દ્રષ્ટાંત છે, રાજ્‍યના એસીબી સ્‍ટાફ દ્વારા એસીબી વડાની અને રાજ્‍ય સરકારની નીતિ મુજબ પ્રજાને પીડનાર ભ્રષ્ટાચારીઓ સામે મક્કમતાથી લડત આપનારાઓની કદર કરી તેમની પીઠ થાબડી પ્રસંશા પત્ર આપવાની અનોખી પહેલ રાજ્‍યના કાર્યદક્ષ એસીબી વડા દ્વારા શરૂ થયેલ છે, જેનો અમલ રાજકોટ એકમથી શરૂ કરેલ છે. માત્ર અધિકારીઓ જ નહિ એસીબી વડા દ્વારા નાનામાં નાના સ્‍ટાફની પણ પીઠ થાબડી ૩ અધિકારીઓ અને સાત જેટલા સ્‍ટાફને પ્રસનશપત્ર આપતા અધિકારીઓ અને સ્‍ટાફનો ઉત્‍સાહ બેવડાઇ ગયો છે, જેમની કદર કરવામાં આવી છે તેમના નામ આ મુજબ છે.

 (૧) શ્રી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ તથા સ્‍ટાફના (૧) શ્રી યજુર્વેન્‍દ્રસિંહ એસ. ઝાલા, એ.એસ.આઇ. તથા (ર) શ્રી કુલદીપસિંહ આર. જાડેજા (ર) શ્રી જે.એમ.આલ, ફિલ્‍ડ પોલીસ ઇન્‍સ્‍પેકટર, મદદનીશ નિયામકશ્રીની કચેરી એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ તથા સ્‍ટાફના (૧) શ્રી ભાગ્‍યપાલસિંહ આર. જાડેજા, પો.કોન્‍સ. (ર) શ્રી પ્રતાપભાઇ એચ. ડેરૈયા, પો.કોન્‍સ. (૩) શ્રી અજીતસંગ એ. સિંધવ, પો.કોન્‍સ. (૩) શ્રી એમ.ડી.પટેલ, પોલીસ ઇન્‍સ્‍પેકટર, એ.સી.બી. પો.સ્‍ટે., જામનગર (હાલ : એસીબી, પો.સ્‍ટે. સુરેન્‍દ્રનગર) તથા સ્‍ટાફના (૧) દિનેશભાઇ એ. આહિર, એ.એસ.આઇ. (ર) શ્રી દિપકભાઇ પરમાર એ.એ.આઇ.

(1:53 PM IST)