<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શન કર્યા

સંતરામ મહારાજની સમાધિ સ્થાનક ના દર્શન કરીને મુખ્યમંત્રીએ અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી : મંદિરના સંત શ્રી નિર્ગુણ દાસ મહારાજે મુખ્યમંત્રીને આવકારી સમાધિ સ્થાન તથા સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રદાન કરી

રાજકોટ::મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનવ સેવા એજ પ્રભુ સેવા ની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનક ના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી. મંદિરના સંત શ્રી નિર્ગુણ દાસ મહારાજે મુખ્યમંત્રી શ્રીને આવકારી સમાધિ સ્થાન સુધી દોરી ગયા હતા અને સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રદાન કરી હતી.

આ પ્રસંગે સાંસદ  દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય  પંકજભાઈ દેસાઈ અને  કલ્પેશભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:54 PM IST)