<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

ગુજરાતમાં જીરાનો સૌથી ઉંચો 5561 રૂપિયા ભાવ ઉંઝામાં બોલાયો: જાણો રાજ્યની 27 માર્કટિંગ યાર્ડ શું રહ્યો ભાવ ?

ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 186.35 ટન જીરાની આવક થઇ

અમદાવાદ : ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 186.35 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5561 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચે ભાવ 4000 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4948 રૂ., રાધનપુરમાં 4905 રૂ., હારીજમાં 4866 રૂ. અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 4861 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 186.35 ટન આવક થઇ છે. રાજકોટમાં 50 ટન, મોરબીમાં 46.20, પાટણમા 31.62, દેવભૂમિ દ્વારકામાં 15.40, જામનગરમાં 14.90, બોટાદમાં 13.20, કચ્છમાં 4.22, અમદાવાદમાં 3.30, બનાસકાંઠામાં 3.10, અમરેલીમાં 1.60, સુરેન્દ્રનગરમાં 1.43, પોરબંદરમાં 1.20 અને જૂનાગઢ જિલ્લામાં 0.18 ટન જીરાની આવક થઇ છે. ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 348 ક્વિન્ટલ જીરાની આવક થઇ છે. નોંધનીય છેકે, મહેસાણા જિલ્લામાં જીરાની આવક અને ભાવના આંકડા આજે વેબસાઈટમાં અપડેટ કરવામાં આવ્યા ન હતા.

જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઊંઝા40005561રાજકોટ43004948રાધનપુર34304905હારીજ43504866ગોંડલ30004861હળવદ44004850જામનગર37004850બોટાદ41504845મોરબી43504836વાંકાનેર42004810જસદણ42004800માંડલ45004800જામ ખંભાળિયા43004770સમી41004725દસાડા-પાટડી44004716ભચાઉ45004700વાવ42004700ધ્રાંગ્રધ્રા42114652પાટણ43004641ધ્રોલ39054625અમરેલી42104610ભાણવડ41004500ધાનેરા40254445પોરબંદર40504425ડીસા43514421રાપર40614402વિસાવદર39004356

(7:51 PM IST)