News of Wednesday, 14th August 2024
સાગબારા બેંક ઓફ બરોડાના કેશીયરે મળતીયા સાથે મળી ગ્રાહકોના રૂ.૧.૩૬ લાખની ઉચાપત કરતા ચકચાર
અલગ અલગ ખાતેદારોના ખાતામાંથી લગભગ 25 લાખની ઉચાપત કરી હોવાની ચર્ચા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, અને ધી ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક આવેલી છે. તે તમામ પૈકી સાગબારા તાલુકા મથકની બેંક ઓફ બરોડાની સાગબારા શાખામાંથી ગ્રાહકોના ખાતાઓમાંથી નાણાંની ઉઠાંતરી થવાના ભુતકાળમાં ઘણાં કિસ્સાઓ સામે આવ્યા હતાં. અને બેંક ઓફ બરોડા સાગબારા શાખા પાસેના બેંક કોમ્પ્યુટર ઓપરેટર પિયુષ દ્વારા બે-ત્રણ વર્ષ અગાઉ પણ ધંધાદારીઓ, વિધવા પેન્શન, વૃધ્ધ પેન્શન, નોકરીયાતો અને ખેડુતો તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ ગ્રાહકોના ખાતાંઓમાથી નાણાંની ઉચાપત થઈ હતી પરંતુ સાગબારા તાલુકો પછાત અને અભણતાને કારણે તેમને ન્યાય મળ્યો નહતો. તેથી ગ્રાહકોને સહન કરી લેવા સિવાય કોઈ રસ્તો રહેતો નહોતો. બેંક ઓફ બરોડાના સાગબારા શાખામાંથી અવારનવાર નાણાં ઉપડી જવાના બનાવો બનતાં રહ્યાં છે.
હાલમાં વધુ એક બનાવ બન્યો જેમાં સાગબારા તાલુકાના ચોપડવાવ ગામના ફુલસિંગભાઈ કરમાભાઈ વસાવા પોતે લકવા ગ્રસ્ત વ્યક્તિ છે. અને ગરીબાઈમાં જીવે છે, ઉપરાંત પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી દુધના પૈસા બેંક ઓફ બરોડાના સાગબારા શાખામાં જમા કરાવતા હતાં. તેમના ખાતા માં તા.૧૧/૬/૨૦૨૪ સુધીમાં રૂપિયા ૧,૬૨,૧૩૭.૯૩ બેંક બેલેન્સ હતું. તેથી ફુલસિંગ કરમાભાઈ જયારે તા.૩૧/૭/૨૦૨૪ના રોજ નાણાનો ઉપાડ કરવા ગયા ત્યારે બેંક બેલેન્સ ચેક કરાવતાં બેંકમાંથી જાણવા મળ્યું કે, તેમના ખાતામાં રૂપિયા ૩૯, ૭૭૭ રૂપિયા જ બેલેન્સ છે. અને બાકીના રૂપિયા ૧,૩૬,૦૦૦ ગાયબ થઈ જતાં બેંક મેનેજર પાસે આ નાણાંની ઉઠાંતરી થયાની તપાસ કરવા અરજી આપી હતી. પણ મેનેજરે તેમનુ સોલ્યુશન લાવવા કોઈ કાળજી દાખવી નહી. જેથી બેંક સ્ટેટમેન્ટ ચેક કરાવતાં જાણવા મળ્યું કે, તા.૨૪/૬/૨૦૨૪ના રોજ રૂપિયા ૫૦,૦૦૦ /-તા.૩/૭/૨૦૨૪ ના રોજ રૂપિયા ૩૬૦૦૦ /- તા.૬/૭/ ૨૦૨૪ ના રોજ રૂપિયા ૨૦,૦૦૦ /- અને તા.૮/૭/૨૦૨૪ ના રોજ રૂપિયા ૩૦,૦૦૦ /- એમ કુલ મળીને રૂપિયા ૧,૩૬,૦૦૦ ની ઉઠાંતરી થઈ છે.આ તમામ હકીકતની અરજી સાગબારા પોલીસ સ્ટેશનમાં તા.૧૦/૮/૨૦૨૪ ના રોજ આપવામાં આવી છે. આ તમામ ઉપાડના વ્યવહાર ફુલસિંગ કરમાભાઈ વસાવા દ્વારા કરવામાં આવેલ નથી.
ત્યારબાદ વધુ તપાસ કરતાં જાણવાં મળ્યું કે,તા.૨૪/૬/ ૨૦૨૪ ના રોજ ફુલસિંગ કરમાભાઈ વસાવા બેંકની શાખામાં kycનુ ફોર્મ ભર્યું હતું. પરંતુ નાણાનો ઉપાડ કર્યો નહોતો. જે તમામ એવીડન્સ બેંક કેશીયર શ્રીકાંતમાં આવતા હોય તેણે આ તમામ બેંકની હકીકત જાણી લીધી હોવાને કારણે તેમણે તા.૨૪/૬/૨૦૨૪ ના રોજ રૂપિયા ૫૦,૦૦૦ અને તા.૬/૭/૨૦૨૪ના રોજ રૂપિયા ૨૦,૦૦૦ વગર આધારે બારોબાર કેશીયરે પોતાના વિશ્વાસું મળતીયા બેંક મિત્રના ખાતા માં અને સાગબારા ના એક બેંક મિત્ર ના ખાતામાં ૩૦,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા હતાં.અને નાના કાકડીયાઆંબા ગામના એક વ્યક્તિના બેંક ખાતામાં રૂપિયા ૩૬,૦૦૦ ટ્રાન્સફર કરી દીધાં હતાં. ભોગ બનનારે ટેલીફોનીક વાતથી પુછપરછ કરતાં બેંક મિત્રોએ જણાવ્યું હતું કે, બેંક કેશીયરે અમોને ફોનથી જણાવ્યું હતું કે તમારા ખાતાઓમાં મે પૈસા ટ્રાન્સફર કરી દીધાં છે. તે મારે પૈસાની જરુરત હોવાથી ફોન-પે થી મોકલી આપવા જણાવ્યું હતું. તેથી અમોએ બેંક કેશીયર શ્રીકાંતના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે.એવી પુષ્ટિ થયેલ છે. જોકે ચર્ચાતી વાત મુજબ આ એકજ ભોગ બનનાર નો રૂપિયા ૧.૩૬ લાખનો આંકડો છે પણ આવા ઘણા ગ્રાહકો ના ખાતા માંથી લગભગ ૨૫ લાખ રૂપિયાની ઉચાપત થઈ છે.
જોકે આ બાબતે સાગબારા પીએસઆઈ સી.ડી.પટેલ ને પૂછતા તેમણે જણાવ્યું કે અરજી લીધી છે, આજે બધા ને બોલાવ્યા છે ત્યારબાદ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરીશું
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
