News of Thursday, 15th August 2024
લ્યો બોલો !:સુરતમાં સરકારી મિલકતો પણ સલામત નથી :ટ્રાફિક સિગ્નલ પર લગાવેલી 51 બેટરીની ચોરી
ચોરોએ તમામ બેટરી ડીલરોને વેચી દીધી :કતારગામ પોલીસે 2 લોકોની ધરપકડ કરી

સુરતમાં સરકારી મિલકતો પણ સલામત નથી. જેમાં ટ્રાફિક સિગ્નલ પર લગાવેલી 51 બેટરીની ચોરી થઈ હતી.
સુરત પોલીસે ટ્રાફિક સિગ્નલ પર ઓટોમેૉટીક સિસ્ટમ ફિટ કરી છે અને તેમાં બેટરીઓ પર ફિટ કરવામાં આવી છે. જેમાં સુરત ના કતારગામ ખાતે પોલીસે બે ચોરની ધરપકડ કરી છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ બની હતી અગાઉ ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો બન્યા હતા. રોજેરોજ અમુક વિસ્તારોમાંથી ચોરીના અહેવાલો બહાર આવી રહ્યા છે, જેમાં લાંબા સમયથી બંધ પડેલા મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થતી જોવા મળી રહી છે.
તાજેતરમાં ગાંધીનગર નજીક ચિલોડા અને ધણપમાં ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી 11 બેટરીની ચોરી થઈ હતી. આ અંગે મોહંમદ નઝીર શેખે કંપનીના એસ્ટેટ મેનેજર મહંમદ કાલી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ચિલોડા ખાતે કંપનીના મોબાઈલ ટાવરમાંથી 5બેટરીની ચોરી થઈ છે અને તે જ રીતે ધણપ ખાતેના ટાવરમાંથી 6 બેટરીની ચોરી થઈ છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
